હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળનો જન્મદિવસ અને ઈપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી યોજાશે

Posted 1 year ago with 103 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વર્કશોપ, સેમીનાર,પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કર્યું

ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળનો જન્મદિવસ અને ઈપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી યોજાશે
1/2
ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળનો જન્મદિવસ અને ઈપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી યોજાશે
2/2

ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળનો જન્મદિવસ અને ઈપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.   

  આ પ્રસંગને ઉજવવા માટે સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા રંગવર્ષા નામનો મહોત્સવ આયોજિત કરી વિદ્યાર્થીઓમાં જુદી જુદી કલાની વિધાઓનો ખ્યાલ આવે તે માટે વર્કશોપ, સેમીનાર,પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કર્યું. 

ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળનો જન્મદિવસ અને ઈપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી યોજાશે

આ અંતર્ગત તારીખ પહેલી ઓગસ્ટ ના રોજ બંને કોલેજોના અધ્યાપકોના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ચિત્ર કનુ પટેલ, ભાવનાબેન પટેલ, કિશોર નડખડીવાળા,સૌરબિતા દાસ,જયદીપ બ્રહ્મભટ્ટ,દીપક ભટ્ટ અને રંજન ભોઈના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા , 

ઉપરાંત લલિત કલા અકાદમીના વિજેતા વિદ્યાર્થીઓના ચિત્રો પણ પ્રદર્શિત કર્યા હતા આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ અને યુનિવર્સિટીના પ્રમુખ એન્જિનિયર શ્રી ભીખુભાઈ પટેલ, સહમંત્રી શ્રી મેહુલભાઈ પટેલ અને વક્તા તરીકે કળા વિવેચક અને લેખક શ્રી ડો. નિસર્ગ આહીર ઉપસ્થિત રહ્યા હતા 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના નિયામક કનુ પટેલે કર્યું હતું. આ પ્રસંગમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઇપ્કોવાલા સંતરામ કોલેજના વિદ્યાર્થીઓએ રવિશંકર રાવળના પોર્ટ્રેટની આકર્ષક રંગોળી કરી હતી.

સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ આખા એ પ્રસંગને સ્ટુડન્ટ કાઉન્સિલના આયોજન થકી સોશિયલ મીડિયા ઉપર લાઈવ કર્યો હતો. જેથી કરીને બહારના લોકો આ પ્રસંગને મોટા પ્રમાણમાં માણી શકે અને આ કલા પ્રવૃત્તિઓનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે.

આ ચિત્રનું પ્રદર્શન તારીખ 8 ઓગસ્ટ સુધી કોલેજના સમય દરમિયાન ખુલ્લું રહેશે કલા પ્રેમીઓને મુલાકાત લેવા માટે આમંત્રણ છે. ત્યારબાદ અધ્યાપક કિશોર નરખડીવાળા દ્વારા પોર્ટ્રેટનું ડેમોસ્ટ્રેશન આયોજિત કરવામાં આવ્યું હતું,જાણીતા ફોટોગ્રાફર સુનિલઆડેસરા ની ફોટોગ્રાફી વિષે વર્કશોપ આયોજિત કરી હતી તેમાં પણ બંને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો,આ પ્રસંગે કવિશ્રી હરીશ મિનાશ્રુ,,કવિ શ્રી જયેન્દ્ર શેખડીવાળા,ભગીરથ બ્રહ્મભટ્ટ,,શ્રી ધીરુભાઈ પટેલ .પૂર્વ આચાર્ય અજિતભાઈ પટેલ,જાણીતા ચિત્રકારો અશોક ખાંટ,રમેશ તડવી ઉપસ્થિત રહ્યા હતા.પ્રા.કિશોર નરખડી વાળાએ પરિચય આપ્યો હતો અને પ્રા.દિપક ભટ્ટે આભાર દર્શન કર્યું હતું. 

 આ રંગવર્ષાના કાર્યક્રમો તારીખ આઠમી ઓગસ્ટ સુધી જુદા જુદા તજજ્ઞો દ્વારા અને જુદા જુદા વિષયના માર્ગદર્શન માટે આયોજિત કરવામાં આવ્યા છે.સી વી એમ યુનિવર્સિટીના અને ચારુતર વિદ્યામંડળના હોદ્દેદારોએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.