હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

ભાજપના ઉમેદવારને મોડી રાતે માફી માંગવી પડી સંબિત પાત્રાના નિવેદનથી થયો હતો વિવાદ ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી :પાત્રા

Posted 2 years ago with 92 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાજપના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ વિશે કરેલી ટિપ્પણીએ વિવાદને વેગ આપ્યો છે. આની એક કથિત વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે એક ચેનલ સાથે વાત કરતા સાંભળી શકાય છે, 'ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.'

ભાજપના ઉમેદવારને મોડી રાતે માફી માંગવી પડી સંબિત પાત્રાના નિવેદનથી થયો હતો વિવાદ ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી :પાત્રા
1/1

ભાજપના ઉમેદવારને મોડી રાતે માફી માંગવી પડી

સંબિત પાત્રાના નિવેદનથી થયો હતો વિવાદ
ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી :પાત્રા

લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. પછી પાછળથી વિવાદ ઉભો થતાં માફી માંગવી પડે છે. ત્યારે ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના નિવેદનથી પણ એક વિવાદ ઉભો થયો હતો. આ પછી તેમણે મોડી રાત્રે માફી માંગી હતી. 

 ભાજપના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ વિશે કરેલી ટિપ્પણીએ વિવાદને વેગ આપ્યો છે. આની એક કથિત વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે એક ચેનલ સાથે વાત કરતા સાંભળી શકાય છે, 'ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.'

?ref_src=twsrc%5Etfw">May 20, 2024

ભાજપ નેતા સંબિત પાત્રાએ રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા X પર માફીનો વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, 'મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને ઉપવાસ કરીશ.

ભાજપ નેતા સંબિત પાત્રાએ રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા X પર માફીનો વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, 'મહાપ્રભુ શ્રી જગન્નાથજી વિશે મેં કરેલી ભૂલને લઈને આજે મારો અંતરાત્મા ખૂબ જ દુઃખી છે. હું મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ચરણોમાં માથું નમાવી ક્ષમા ચાહું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ.

સંબિત પાત્રાએ શું કહ્યું?
જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાને તેમના નિવેદનને લઈને ઘેર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે 'પુરીમાં વડાપ્રધાન મોદીના રોડ શોની સફળતા બાદ મેં ઘણી મીડિયા ચેનલોને નિવેદન આપ્યા હતા. આ સમય દરમિયાન, મેં દરેક જગ્યાએ કહ્યું કે પીએમ મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે, પરંતુ એક જગ્યાએ મેં ભૂલથી ઉલટું નિવેદન આપી દીધું. તમે જાણો છો કે કેટલીકવાર જીભ લપસી જાય છે, તો એવામાં તેને સમસ્યા ન બનાવો.'

સંબિત પાત્રાની વાયરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે, 'મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન