હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડ્યો સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી.દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતા બચી

Posted 2 years ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતા બચી

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડ્યો સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી.દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના  થતા બચી
1/1

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડ્યો સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી

હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડ્યો છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. 

રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર 1 ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોન સિસ્ટમ સક્રિય છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી 5 દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ દક્ષિણ ગુજરાત માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. 

રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.