હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: નૃપેન્દ્ર મિશ્રાએ એમ પણ કહ્યું કે મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા
1/4
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા
2/4
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા
3/4
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા
4/4

અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામ મંદિરને(Rammandir) પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર (Ayodhya dham ) સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ  માહિતી આપી હતી કે અગાઉ મંદિરનું નિર્માણ જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. પરંતુ હાલમાં 200 કામદારોની અછતને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મંદિરની બાઉન્ડ્રી વોલમાં વપરાયેલ 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહારપુર પથ્થર અયોધ્યા પહોંચી ચૂક્યો છે.પરંતુ કામદારોની અછતને કારણે નિર્માણ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે

ડિસેમ્બરના (December) અંત સુધીમાં આ મૂર્તિઓ અયોધ્યા પહોંચશે 

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને પૂર્ણ કરવામાં ત્રણ મહિનાનો વિલંબ થઈ શકે છે અને હવે આ મંદિર સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા

નૃપેન્દ્ર મિશ્રાએ એમ પણ કહ્યું કે મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા પથ્થરોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ  પહેલા માળે કેટલાક પત્થરો નબળા અને પાતળા મળી આવ્યા છે. તેમની જગ્યાએ હવે મજબૂત મકરાણા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ ઉપરાંત મંદિરની અન્ય રચનાઓ જેવી કે સભામંડપ, બાઉન્ડ્રી અને પરિક્રમા માર્ગના નિર્માણની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે શિલ્પકારોએ ખાતરી આપી છે કે ડિસેમ્બર 2024 સુધીમાં મંદિરની તમામ મૂર્તિઓનું નિર્માણ પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બરના અંત સુધીમાં આ મૂર્તિઓ અયોધ્યા પહોંચી જશે.

જયપુરમાં મૂર્તિઓના નિર્માણનું કામ ચાલી રહ્યું છે

જયપુરમાં રામ દરબાર અને સાત મંદિરો સહિત અન્ય મૂર્તિઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મૂર્તિઓને ડિસેમ્બર સુધીમાં અયોધ્યા લાવવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તેમને મંદિરમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામલલાની (shriram ) બે મૂર્તિઓને ટ્રસ્ટ દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે અને તેમને મંદિરમાં યોગ્ય સ્થાન આપવામાં આવશે. આ સાથે મંદિર પરિસરમાંથી ભક્તોને દર્શન કર્યા બાદ બહાર જવાનો રસ્તો વધુ સુલભ બનાવવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે જન્મભૂમિ માર્ગની સામે જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે તેમને બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

(Shri Ram temple Ayodhya) રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકો ચાલુ છે

રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકો ચાલુ છે અને સમિતિના સભ્યો તેને પૂર્ણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આગામી કામોની યોજના મુજબ મંદિરની રચનાઓ અને મૂર્તિઓની અંતિમ સ્થાપના ટૂંક સમયમાં કરવામાં આવશે. મિશ્રાએ એવી પણ ખાતરી આપી હતી કે તમામ બાંધકામ સમયસર પૂર્ણ કરવામાં આવશે. જોકે કામદારોની અછત અને સામગ્રીમાં ફેરફારને કારણે સમયરેખામાં થોડો વિલંબ થવાની સંભાવના છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.