વોટ સંવાદ છોડી વોટ જેહાદ ની હાકલ કરતી કોંગ્રેસ છેલ્લે પાટલે
લવ જેહાદ, લૅન્ડ જેહાદ બાદ હવે વોટ જેહાદ
કોંગ્રેસનાં વરિષ્ઠ પદ પર બેઠેલા મુસ્લિમ પરિવારે નારો આપ્યો છે કે વોટ જેહાદ કરો.
ઇન્ડી ગઠબંધનની એક વધુ રણનીતિની પોલ તેમના નેતાએ દેશની સામે ખોલી દીધી છે. મુસલમાનોને વોટ જેહાદ કરવા કહ્યું છે. આપણે લવ જેહાદ, લૅન્ડ જેહાદ સાંભળ્યું હતું અને હવે વોટ જેહાદ. અને તે પણ ભણેલા ગણેલા કોંગ્રેસી મુસલમાન પરિવારથી વાત આવી છે, આ કોઈ સામાન્ય મદ્રેસાથી નીકળેલા બાળકે નથી કહ્યું. હાઇલી ક્વૉલિફાઇડ ફૅમિલી, કોંગ્રેસનાં વરિષ્ઠ પદ પર બેઠેલા મુસ્લિમ પરિવારે નારો આપ્યો છે કે વોટ જેહાદ કરો.
?ref_src=twsrc%5Etfw">April 30, 2024
એક તરફ ભાજપ અને ચૂંટણી પંચ મતદારો અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા મતાદરો ને એક એક મત ભારતની એકતા અને અખંડિતા ની તરફેણમાં લોકશાહીના પર્વ ને ઉજવવા અપીલ કરી રહી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને તેની ગઠીયા ગઠબંધન ટોળી દેશની સમરસતા નાં ભાગલા કરવા ઉતારું છે! વૈમનસ્ય ફેલાવવાની એક પણ તક જતી ન કરતી કોંગ્રેસ નો આ મુદ્દે કાળો અને લાંબો ઇતિહાસ રહ્યો છે.
૧૦ વર્ષ પહેલાં પૂરી દુનિયા ભારતને બોજ સમજતી હતી. કહેતી હતી કે ભારત ખુદ ડૂબશે અને અમને પણ ડુબાડશે. કોઈ કહેતું આ કંગાળ, કમજોર દેશ છે. દેશમાં અવારનવાર બૉમ્બ ધડાકા ના સમાચારો સમાન્ય માટે હતા. જ્યાં પણ જઈએ ત્યાં સતત સૂચનાઓ મળતી કે કોઈપણ બિનવારસી ચીજ વસ્તુઓ ને હાથ ન લગાડવો, પરંતુ આજે શું સ્થિતિ છે? આજે દુનિયામાં ભારતનો ડંકો પણ વાગે છે અને તેનો રણકો પણ આપણને સંભળાય છે. આ ડંકાઓ કોના કારણે વાગે છે? તમારા વોટને કારણે. આજે મોદીજી દિલ્હીમાં બેઠા છે તો દુનિયામાં ભારતનો ડંકો વાગે છે.
કોંગ્રેસ ના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજ એ ગંભીર વિષય છેડ્યો છે. તેમણે ભગવાન રામ અને ભગવાન શિવના સંબંધમાં બહુ ખતરનાક અને આપ સૌને પણ ધૃણા ઉપજે તેવુ નિવેદન આપ્યું છે. હિન્દુ સમાજમાં ભાગલા માટે કારસો ઘડાયો છે. કોંગ્રેસ રામ ભકતો અને શિવ ભક્તોમાં પણ ભેદ જુએ છે, ભેદ કરાવે છે અને લડાવવા માગે છે. તુષ્ટીકરણ ને ભડકાવવા માટે કોંગ્રેસ વધુ કેટલા નિમ્ન સ્તરે જશે એ તો કોંગ્રેસને જ નથી ખબર. જ્યાં પણ જૂઓ કોંગ્રેસી નેતાઓના મુખે થી ગાળો અને ધૃણા ઉપજે તેવા શબ્દો જ સરતા રહે છે.
કોંગ્રેસના અધ્યક્ષ ખડગે એ કહ્યું છે, તેમનો (બદ) ઇરાદો ભગવાન શ્રી રામને હરાવવાનો છે અને શિવ ભગવાન રામને હરાવશે એવું પણ ભસી દે છે. કોંગ્રેસે આ ચૂંટણી ભગવાન શ્રીરામ સામે લડાઈની ચૂંટણી બનાવી દીધી છે. ભગવાન રામને હરાવીને કોને જિતાડવા માગો છો? કૉન્ગ્રેસ સાંભળી લે, જે રામને ખતમ કરવા નીકળ્યા હતા તેમનું શું થયું હતું?
કોંગ્રેસ માટે માટે તુષ્ટીકરણ જ બધું છે, જયારે મોદીજી માટે માટે સંતુષ્ટીકરણ સર્વસ્વ છે. મોદીજી દેશવાસીઓના સંતુષ્ટીકરણ માટે કામ કરે છે. બીજી તરફ કોંગ્રેસે લેખિતમાં કહ્યું છે કે હવે સરકારી ટેન્ડર હશે એમાં પણ માઇનૉરિટી માટે, મુસ્લિમો માટે એક ક્વોટા ફિક્સ કરવામાં આવશે. હવે કોંગ્રેસ વોટબૅન્ક માટે પક્ષપાત કરતાં કહે છે, હવે સરકારી કામો ની વહેચણી ધર્મના આધારે કરવામાં આવશે. આ બાબત રાષ્ટ્રને કયા માર્ગે લઈ જવાની નેમ છે એ તો આપણે સૌ સમજીએ જ છીએ પરંતુ હવે વખત છે કોંગ્રેસનાં બદઈરાદાઓ ને આપણે આપણા મોદીજી ને, ભાજપને એટલે કે કમળ ને મત આપીને વખ ઘોળવવાનો!
આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી; ભારત માટે તો અત્યંત મહત્ત્વપૂર્ણ છે જ, બલ્કે ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર માટે તેમ જ દુનિયા માટે પણ નવી દિશા અને દશા નક્કી કરવાની બાબતમાં પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૨૦૨૪ની આ ચૂંટણી મોદીના ઍમ્બિશન માટે નહીં, મોદીના મિશન માટે છે. મોદીનું મિશન છે દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે, મોદીનું મિશન છે દેશને પરમ વૈભવના શિખરે લઈ જવાનું.
આ સાથે જ એક ઘટના ની પણ યાદ આવે છે, જેમાં તામિલનાડુ પાસે એક દ્વીપ, એક આખો ટાપુ એટલે કે એક આખો આઇલૅન્ડ દેશ આઝાદ થયાનાં ૩૦ વર્ષ પછી પાડોશીને આપી દીધો. સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો ગુજરાતના ગૌરવની ચિંતા તો કોંગ્રેસ કરત પણ નહી અને આપણું જૂનાગઢ પણ પાકિસ્તાનમાં જતુ રહ્યું હોત, એ બાબત થી કોણ અજાણ છે!
ગુજરાતને લઈને કૉન્ગ્રેસના મનમાં રોષ અને નફરત છે. કોંગ્રેસ જો સત્તામાં આવી તો ગુજરાત માટે, દેશ માટે અત્યંત ખતરનાક સ્થિતિઓ ઉત્પન્ન કરી શકે છે. ગુજરાતના તટીય ક્ષેત્રમાં તો કેટલાય દ્વીપ છે જ્યાં કોઈ નથી રહેતું, કોંગ્રેસ આવા દ્વીપોનો પણ સોદો કરી શકે છે.
મોદી છે જેમણે પહેલી વાર સૅટેલાઇટથી સર્વે કરાવ્યો અને આ દેશની આસપાસ સમુદ્ર ઇલાકામાં ૧૩૦૦થી વધુ દ્વીપમાંથી કેટલાક દ્વીપ તો સિંગાપોરથી મોટા છે. મોદીએ દ્રઢ નિશ્ચય કર્યો છે કે એમાંથી કેટલાક દ્વીપોને પસંદ કરીને તેને કરીને ડેવલપ કરશે. વિશ્વભર માંથી ભારત આવતા પ્રવાસીઓ માટે એ આકર્ષણ અને ગુજરાત માટે વધુ સમૃદ્ધ થવાની તક બનશે.
માટે જ આ વખત ની 2024 ની લોકસભા ચુંટણી એટલે વોટ જેહાદ નહી વોટ સંવાદ અને વોટ પસંદનો મુદ્દો છે!
હિરેન કોટક
લેખક, વક્તા, વિશેષજ્ઞ અને રાજનીતિજ્ઞ
મો. (91) 9537400000
hirenkotak@hirenkotak.com