હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

CRPFના જવાને 8 વર્ષના બાળકની હત્યા કરી ,શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતા અપહરણ કરી ખંડણી માગી બાળકના હાથ-પગ બાંધી પેટીમાં પૂરી દેતા મોત

Posted 1 year ago with 26 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે

CRPFના જવાને 8 વર્ષના બાળકની હત્યા કરી ,શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતા અપહરણ કરી ખંડણી માગી  બાળકના હાથ-પગ બાંધી  પેટીમાં પૂરી દેતા મોત
1/1

CRPFના જવાને 8 વર્ષના બાળકની હત્યા કરી:શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતા અપહરણ કરી ખંડણી માગી; બાળકના હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી પેટીમાં પૂરી દેતા મોત

અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલા લાખોના નુકસાનને રિકવર કરવા CRPFના જવાને 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 

CRPF કોન્સ્ટેબલે પાડોશમાં જ રહેતા બાળકની હત્યા કરી નાખી ખંડણી માંગી હતી, પરંતુ બાળક અવાજ ન કરે તે માટે પોતાના ઘરમાં લઈ જઈ બાળકના હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી પેટીમાં પૂરી દેતા ગૂંગળાઈ જવાથી બાળકનું મોત નીપજી ગયું હતું, પંરતુ શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો. તેની હિલચાલ પરથી પોલીસને શંકા જતા તેની અટકાયત કરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો.

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા. ત્યારે અચાનક 8 વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો. બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી પણ નિષ્ફ્ળતા જ હાથ લાગી હતી. વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં શુભના અપહરણ અને 5 લાખની ખાંડણીનો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતા પરિવાર ભયભીત બની ગયો હતો.

પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતા મેસેજ ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથી જ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પાડોશમાં CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. 

જેનું પરિવાર વતન ગયું હતું જ્યારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો. પોલીસે દરોડો પાડતા ઘરમાં CRPF કંપનીની લોખંડની પેટીમાંથી અપહૃત બાળકની લાશ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટના કારણે બાળકની હત્યાનું રટણ કર્યું હતું. 

જેણે કડકડ પૂછપરછમાં શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી રિકવરી માટે અપહરણ કરી ખંડણી માંગી હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને અપહરણ કરી બાંધી પેટીમાં સંતાડવાના કારણે ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં CRPFમાં ફરજ બજાવે છે અને ત્યાંથી રજા લઇ તે અંકલેશ્વર આવ્યો હતો. પાડોશમાં રહેતા બાળકને જોઈ તેનું અપહરણ કરી શેરબજારમાં ગયેલી ખોટને સરભર કરવા પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ બાળકની હત્યા તો કરી નાંખી હતી, પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો. આથી પેટીમાં જ મૃતદેહ મુકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેની કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો. જો કે આખરે તેનો ભાંડો ફૂટી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.