હિંમતનગર ખાતે થયેલ ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં પોતાની જ પુત્રવધુએ સાસુ - સસરા ને ઉતાર્યા મોતને ઘાટ આરોપીઓએ કરી હતી 35 લાખ રૂપિયા રોકડા તેમજ 65 તોલા સોનાના દાગીનાની લૂંટ
હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી મરણ જનાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રવધુએ સાસુ અને સસરાનું કાસર કાઢી નાખ્યું હતુ તો પોલીસે મુદ્દામાલ સાથે ચાર આરોપીની અટક કરી ભેદ ઉકેલ્યો
હિંમતનગર ખાતે થયેલ ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં પોતાની જ પુત્રવધુએ સાસુ - સસરા ને મોતને ઘાટ ઉતારવાનુ કાસર કાઢ્યું હતુ આમ તો ગત 30 એપ્રિલના રોજ હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્ની ની તિક્ષ હથિયાર વડે હત્યા કરી ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હતી જેને લઇને પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્રણ દિવસ સુધી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પોલીસને સફળતા મળી હતી. નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહર બા ભાટી ની હત્યા કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પરિવારના સભ્યો જ નિકળ્યા છે... વિક્રમસિંહ ભાટી અને મનહરબા ભાટીની હત્યા કરી દેવામાં આવી હતી એ પણ ભર બપોરે જેને લઈ પોલીસે પહેલા પરિવાર જનોથી જ પુછપરછ નો દોર શરૂ કર્યો હતો અને પોલીસને ડબલ મર્ડર વીથ લુંટમાં સફળતા મળી..
આમ તો બંનેની લાશ જોતા પોલીસને નક્કી થઈ ગયુ હતુ કે કોઈ જાણભેદ્દુ જ આ ઘટનાને અંજામ આપ્યો હશે આમ તો 35 લાખ રૂપિયા રોકડા તેમજ 65 તોલા સોના ના દાગીના ની લૂંટ કરવામાં આવી હતી તેવી ફરિયાદ નોધાવાઈ હતી. વિક્રમસિંહ ભાટી ના દીકરાની પત્ની અને વિક્રમસિંહ ના પૌત્ર કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા દસ લાખ રૂપિયામાં સોપારી આપી હત્યા ને અંજામ આપ્યો હતો જોકે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી ત્રણ આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ સાથે પોલીસે કુલ ૩૦ લાખ 30 હજાર તથા સોનાના દાગીના સહિત 83 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દા માલ રિકવર કર્યો છે જોકે નિયમ અનુસાર સમય મર્યાદામાં ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસ સુધીના રિમાન્ડની પોલીસ દ્વારા માર્ગ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આમ તો પોલીસે સમગ્ર મામલે આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ હજુ અન્ય આરોપીઓ આ મામલે સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી આવનારા દિવસોમાં કંઈ મોટુ નિકળે તો નવાઈ નહિ.