હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ખાનગી શાળાઓને કરાવ્યું શિક્ષણાધિકારીએ કાયદાનું ભાન અનેક ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને લખ્યો પત્ર નહીં ચાલે મનમાની

Posted 2 years ago with 118 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સામાજિક લીડર અને આરટી આઇ એક્ટિવિસ્ટ રમેશ વોરાએ કરી હતી ઇસનપુર ખાતેની શાળાની શિક્ષણ અધિકારીને ફરિયાદ

ખાનગી શાળાઓને કરાવ્યું શિક્ષણાધિકારીએ કાયદાનું ભાન અનેક ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને લખ્યો પત્ર નહીં ચાલે મનમાની
1/1

ખાનગી શાળાઓને કરાવ્યું શિક્ષણાધિકારીએ કાયદાનું ભાન અનેક ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને લખ્યો પત્ર નહીં ચાલે મનમાની

સામાજિક લીડર અને આરટી આઇ એક્ટિવિસ્ટ રમેશ વોરાએ કરી હતી ઇસનપુર ખાતેની શાળાની શિક્ષણ અધિકારીને ફરિયાદ 

ખાનગી શાળાઓને કરાવ્યું શિક્ષણાધિકારીએ કાયદાનું ભાન અનેક ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને લખ્યો પત્ર નહીં ચાલે મનમાની

અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલો દ્વારા યુનિફોર્મ, પુસ્તકો સહિતની સામગ્રી કોઈ ચોક્કસ સ્થળેથી અથવા તો કેમ્પસમાંથી જ ખરીદવાનો આગ્રહ થઈ રહ્યો છે. આ અંગેની અનેક વાલીઓની ફરિયાદો ડીઈઓ કચેરીને મળી છે.

વાલીઓએ ડીઈઓને કરેલી ફરિયાદમાં બળાપો ઠાલવતાં કહ્યું છે કે, કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ચોક્કસ સ્થળેથી પુસ્તક-યુનિફોર્મ લેવામાં આવે તો જ તેને માન્ય ગણે છે. સ્કૂલ દ્વારા સૂચવવામાં આવેલા સ્થળેથી પુસ્તક- યુનિફોર્મ ખરીદવા અમારી બજાર કિંમત કરતાં વધારે ચૂકવવી પડે છે. આ અંગે સ્કૂલોમાં અનેક રજૂઆત કરાઈ હોવા છતાં અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈ છે. વાલીઓની આ પ્રકારની ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ તેમણે સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે જણાવાયું છે કે, 'શાળા દ્વારા વિદ્યાથીઓને શૈક્ષણિક સામગ્રી જેવી કે, પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, બુટ-મોજા, ટ્રાન્સપોર્ટેશન, નાસ્તો, સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અધિનિયમની કલમ 17(9)મુજબ નિયમ વિરુદ્ધનું છે. જેને ધ્યાને રાખી શાળા કક્ષાએથી શૈક્ષણિક સામગ્રીનું વેચાણ ન કરવા આદેશ કરવામાં આવે છે. જો શાળાઓ દ્વારા આ પ્રકારની સામગ્રીનું વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જણાશે તો તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.'

આમ, ડીઈઓ દ્વારા સ્કૂલોને શૈક્ષણિક સામગ્રીના વેચાણને લઈને કડક નિર્દેશ આપ્યા છે અને હવે તેમની સામે કાર્યવાહીની તૈયારીઓ પણ થઈ રહી હોવાનું જાણવા મળે છે.

સામાજિક લીડર અને આરટી આઇ એક્ટિવિસ્ટ રમેશ વોરાએ જણાવ્યું કે શાળાઓ દ્વારા ગણવેશ, પાઠ્યપુસ્તક, લખવા માટેના ચોપડાઓ આ તમામ માટે શાળામાંથી જ ખરીદવા બાબતે ફરજ પાડતા હોય અમો અરજદાર તરીકે ઇસનપુર ખાતેની શાળાની ફરિયાદ શિક્ષણ અધિકારીને કરતા અધિકારી દ્વારા તમામ સ્કૂલના સંચાલકોને સર્ક્યુલરના માધ્યમથી જાણ કરી લેખિત ઓર્ડર કરેલ તે બદલ શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારીનો આભાર વ્યક્ત કરું છું 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન