હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ

Posted 1 year ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચોમાસાએ વિદાયની ઘડીએ ફરી એકવાર અમદાવાદમાં જોરદાર રાઉન્ડ શરૂ

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી   મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ
1/1

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ

ચોમાસાએ વિદાયની ઘડીએ ફરી એકવાર અમદાવાદમાં જોરદાર રાઉન્ડ શરૂ કર્યો છે. મધ્ય મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ સૌની વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી અંધારપટ છવાયેલું છે. ત્યારે સાડા સાત વાગ્યાની આસપાસથી સતત ધોધમાર વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાવા લાગ્યા છે. 

તાજેતરની માહિતી અનુસાર એસ.જી.હાઈવેના મોટાભાગના વિસ્તારો, જુહાપુરા, સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પાલડી સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ભારે વરસાદને પગલે ઓફિસે જનારા લોકોએ પણ તકલીફ વેઠવી પડી રહી છે. 

અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. 

દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.