સમાચાર સારાંશ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી.
ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં યાત્રિકોના અભૂતપૂર્વ ધસારામાં અસર પામેલા ગુજરાતના યાત્રિકોને સરળતાથી માર્ગ મળે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે.
ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં અભૂતપૂર્વ ધસારાના કારણે ગુજરાતના જે યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હતા, તેમણે આગળની યાત્રા માટે પ્રસ્થાન કરી દીધું છે, તે રાહત અને આનંદની વાત છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp)
ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધીને આ ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ…ચારધામ યાત્રાની શરૂઆત વેળાએ ગંગોત્રી-યમનોત્રીમાં અભૂતપૂર્વ ધસારાના કારણે ગુજરાતના જે યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હતા, તેમણે આગળની યાત્રા માટે પ્રસ્થાન કરી દીધું છે, તે રાહત અને આનંદની વાત છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 14, 2024
ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધીને આ ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ…
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ જતાં તંત્ર ધંધે લાગી ગયું છે. ખાસ કરીને ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગમાં 45 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ યાત્રામાં ફસાયેલા ભક્તો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના અહેવાલો મળી રહ્યા છે. લાંબા સમય સુધી ફસાયેલા ભક્તોથી સ્થાનિકો પાણી, શૌચાલય માટે પણ મોટાપાયે પૈસા વસૂલી રહ્યા છે.
ઉત્તરકાશીથી 20 કિમી આગળ ગયા પછી, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો રસ્તાના કિનારે આરામ કરતા જોવા મળ્યા હતા. જે જગ્યાએ ટ્રાફિક જામ હતો ત્યાં ન તો ખાવાનું મળે છે કે ન તો રહેવાની જગ્યા છે. આવી સ્થિતિમાં નજીકના લોકો પાણીની બોટલ માટે 30-50 રૂપિયા અને શૌચાલયનો ઉપયોગ કરવા માટે 100 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



