હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, સામાજીક

કૃષિ સહાય પેકેજના ફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, પૈસા ન આપવા સરકારે ખેડૂતોને કરી અપીલ.

Posted 8 months ago with 98 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કેટલાક લોકો ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.

કૃષિ સહાય પેકેજના ફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, પૈસા ન આપવા સરકારે ખેડૂતોને કરી અપીલ.
1/1

કૃષિ સહાય પેકેજના ફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, પૈસા ન આપવા સરકારે ખેડૂતોને કરી અપીલ

ગાંધીનગરઃ કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી આ ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ કૃષિ સહાય પેકેજ અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સહાય માટેના ફોર્મ ભરાવવા ખેડૂતો પાસેથી પૈસા વસૂલાત હોવાની મળેલી ફરિયાદોના પગલે સરકારે તુરંત પગલું લઈ વિકાસ કમિશનરની કચેરી મારફતે પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કેટલાક લોકો ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.

સહાયના ફોર્મ ભરાવવા કોઈપણને એક પણ રૂપિયો આપવાનો નથી

ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ ખેડૂતે સહાય માટેના ફોર્મ ભરાવવા કોઈપણને એક પણ રૂપિયો આપવાનો નથી. ફોર્મ ભરવાની અને સહાયની બધી પ્રોસેસ નિઃશુલ્ક છે. જે લોકો ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવી રહ્યાં છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિકાસ કમિશનરની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે, કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરાવવા માટે અરજદારને કોઈપણ ઓપરેટર કે વ્યક્તિને એક પણ રૂપિયા આપવાની જરૂર નથી. આખી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને કોઈપણ પ્રકારની વસૂલાત કડક મનાઈ છે.

જો કોઈ વ્યક્તિ પૈસા માંગે તો તરત જ અધિકારીને જાણ કરવી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી એવી માહિતી મળી હતી કે, ફોર્મ ભરાવવા માટે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. આ મુદ્દો સરકારના ધ્યાનમાં આવતા જ તરત સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. સરકારએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પૈસા માંગે તો તરત જ સંબંધિત અધિકારીને જાણ કરવી જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ચૂકવણી કર્યા વગર અને સરકારી માર્ગદર્શિકા મુજબ નિઃશુલ્ક સેવા મેળવવા માટે જ ફોર્મ ભરાવે તેવી સરકારે તમામ ખેડૂતોને અપીલ કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.