દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ચોથા તબક્કાનું મતદાન શરુ .દેશના ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા બેઠકો પર મતદાન . અનેક ભાગોમાં કાળઝાળ ગરમીમાં મતદાનની ટકાવારી વધારવીએ ચૂંટણી પંચ માટે ગંભીર મુદ્દો
બીજીબાજુ ઓછા મતદાને ભાજપની ચિંતા વધારી દીધી છે. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણીનું પણ મતદાન થવાનું છે. સોમવારે તેલંગણાની બધી જ ૧૭ અને આંધ્ર પ્રદેશની બધી જ ૨૫ લોકસભા બેઠકો પર મતદાન થશે. દેશમાં પહેલા ત્રણ તબક્કામાં ૫૪૩માંથી ૨૮૩ બેઠકો પર મતદાન થઈ ગયું છે.
દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે તેલંગણા અને આંધ્ર પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશની ૧૩, મહારાષ્ટ્રની ૧૧, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની આઠ, બિહારની પાંચ, ઝારખંડની ચાર, ઓડિશાની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. આમ, દેશના ૧૦ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૯૬ બેઠકો પર કુલ ૧,૭૧૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમનું ભાવ ૮.૭૩ કરોડ મહિલાઓ સહિત ૧૭.૭૦ કરોડ મતદારોના હાથમાં છે. લોકસભાની ૯૬ બેઠકો પર ચોથા તબક્કામાં ૧.૯૨ લાખ મતદાન મથકો પર ૧૯ લાખથી વધુ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરાયા છે.
?ref_src=twsrc%5Etfw">May 13, 2024

લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશની બધી જ ૧૭૫ અને ઓડિશાની બધી જ ૨૮ વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસ, ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપી, પવન કલ્યાણના નેતૃત્વમાં જનસેના પાર્ટી તથા ભાજપના જોડાણ હેઠળ એનડીએ તેમજ કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોક લડી રહ્યા છે. બીજીબાજુ ઓડિશામાં શાસક પક્ષ બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ છે.
મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિ બમે અંતિમ સમયે ઉમેદવારી પાછી ખેંચી લીતા ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી માટે એક તરફી ચૂંટણી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, કોંગ્રેસે મતદારોને નોટાનો વિકલ્પ પસંદ કરી ભાજપને પછડાટ આપવા મતદારોને હાકલ કરી છે.
લોકસભા ચૂંટણીમાં સોમવારે જે બેઠકો પર મતદાન થવાનું છે તે ૯૬ બેઠકોમાંથી ૪૦થી વધુ બેઠકો પર ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએનો વિજય થયો હતો. આ ચૂંટણીના પહેલા ત્રણ તબક્કામાં અનુક્રમે ૬૬.૧૪ ટકા, ૬૬.૭૧ ટકા અને ૬૫.૬૮ ટકા મતદાન થયું છે ત્યારે આગામી તબક્કાઓમાં મતદાન કેવી રીતે વધારવું તે ચૂંટણી પંચ માટે સમસ્યારૂપ છે. ચૂંટણી પંચનું માનવું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે પહેલા ત્રણ તબક્કામાં મતદાન ઓછું થવાનું એક મહત્વનું કારણ હીટવેવની સ્થિતિ છે.