હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

દર્શકો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો કેવો છે, દર્શકોને કેવો લાગ્યો ...? તે જાણીએ

Posted 2 years ago with 101 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: દર્શકો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' નો પ્રથમ એપિસોડ ફાઇનલી નેટફ્લિક્સ ઉપર આવી ગયો છે જેમાં પરિચિત ચહેરાઓ સાથે એક નવી શરૂઆતનો દર્શકોને અનુભવ થયો.

દર્શકો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો કેવો છે, દર્શકોને કેવો લાગ્યો ...? તે જાણીએ
1/2
દર્શકો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો કેવો છે, દર્શકોને કેવો લાગ્યો ...? તે જાણીએ
2/2

દર્શકો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' નો પ્રથમ એપિસોડ ફાઇનલી નેટફ્લિક્સ ઉપર આવી ગયો છે જેમાં રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર અને માતા નીતુ કપૂર કપિલ શર્માના એરપોર્ટ કાફેમાં મહેમાન તરીકે આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી કપિલ શર્મા સતત તેમના પ્રેક્ષકોને સારું પારિવારીક મનોરંજન આપી ને જોડી રાખવામાં સફળ થયો છે અને આ વખતે, તેણે પોતાના શોને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર લાવીને તેની સફળતાનું વધુ એક શિખર સર કર્યું છે. 

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ના પ્રથમ એપિસોડ જોતાં લાગ્યું કે નવા પ્લેટફોર્મ અને નવા પહેલા કરતાં ભવ્ય સેટઅપ સાથે કપિલ શર્મા કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હતા. જોક્સ અને શો ના કન્ટેન્ટની સાથે કપિલ શર્માએ પ્રથમ એપિસોડમાં મહેમાનો પણ રિપીટ કર્યા જેના કારણે કેટલાક દર્શકોને નવો શો પણ આગળના શો જેવો જ લાગ્યો, જાણીતા મહેમાન, જાણીતા કલાકાર, જાણીતા જોક્સ, જાણીતી પંચલાઇન, ફક્ત નવા સેટઅપ સાથે. 

પરંતુ સુનીલ ગ્રોવરને પાછો લાવી કપીલ શર્મા અને નેટફ્લિક્સે એક માસ્ટર સ્ટોક તો રમ્યો જ છે, કપિલ સાથેની તેની કેમિસ્ટ્રી શો ની ખાસિયત બની ગઈ હતી અને હવે દર્શકો તેની પણ શો જેટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પહેલા એપિસોડની વાત કરીએ તો સુનીલ ગ્રોવરે થોડી મિનિટો માટે સ્ટેજ પર આવીને પણ દર્શકોને ખુશ કરી દીધા હતા, કેટલાક દર્શકોના મતે તો શો નો સૌથી મનોરંજક ભાગ સુનીલ ગ્રોવર અને તેની કપિલ શર્મા સાથેની કેમેસ્ટ્રી હતી.

કહી શકીએ કે પરિચિત ચહેરાઓ સાથે એક નવી શરૂઆત, નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મનો સાથ અને પહેલા ન આવેલા અમીરખાન જેવા ચહેરા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ને દર્શકો માટે મનોરંજનની નવી ઊંચાઈઓ સુધી લઈ જશે., જેનાથી નેટફ્લિક્સ માટે પણ ભારતમાં મનોરંજનના નવા દરવાજા ખોલી આપશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન