આણંદ ખેડા સહિત ચરોતરમાં હીટ વેવ ની અસર સીધી જનજીવન પર પડી છે . આણંદ જિલ્લામાં આગામી તા. ૨૪ મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર હીટ વેવના પ્રકોપ સાથે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન નો પારો 44 ડિગ્રી સેલ્સિયસની પાર
આણંદ ખેડા સહિત ચરોતરમાં હીટ વેવ ની અસર સીધી જનજીવન પર પડી છે . આણંદ જિલ્લામાં આગામી તા. ૨૪ મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર હીટ વેવના પ્રકોપ સાથે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન નો પારો 44 ડિગ્રી સેલ્સિયસ ની પાર પહોંચી ગયો છે જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને 30 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે . જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 54% જેટલું થઈ જવા ઉપરાંત 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા દક્ષિણ પશ્ચિમના પવનના કારણે ના કારણે અસહ્ય ગરમી અને લુ નો અહેસાસ દિવસ દરમિયાન યથાવત રહ્યો છે.ચરોતર અને આસપાસના વિસ્તારમાં ગરમીના કારણે જાહેરમાર્ગો સુમસાન બની ગયા છે. બજારમાં પણ ખરીદારી પર તેની અસર દેખાઈ રહી છે. દરમિયાન વધતી જતી ગરમીને કારણે હિટ સ્ટ્રોક નો ભોગ બનવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્ર દ્વારા જિલ્લાના નાગરિકોને હીટ વેવ અને હીટ સ્ટ્રોકથી બચવા જરૂરી પગલા અનુસરવા અપીલ કરવામાં આવી છે
હવામાન વિભાગ દ્વારા આગામી તા.૨૪ મે સુધી આણંદ જિલ્લામાં ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. .જિલ્લાના તમામ નાગરિકોને તા. ૨૪ મે સુધી હીટ વેવ અને હિટ સ્ટ્રોકથી બચવા “શું કરવું” અને “શું ન કરવું” સહિતની બાબતો ધ્યાને લઈ તેને અનુસરવા અપીલ કરવામાં આવી છે.
હિટ સ્ટ્રોકથી બચવા શું કરવું ?
પૂરતું પાણી પીવું - તરસ ન લાગે તો પણ, શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઓઆરએસ, લસ્સી, તોરાની (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ, નાળિયેરનું પાણી સહિતના તેમજ ઘરે બનાવેલા પીણાંનો મહત્તમ ઉપયોગ કરવો.
બને તેટલું ઘરની અંદર રહેવું.
હળવા, ઢીલા, હળવા રંગના તથા સુતરાઉ કપડાં પહેરવા.
ઘરની બહાર નિકળતાં સમયે કાપડ, ટોપી અથવા છત્રીના ઉપયોગ દ્વારા પોતાનું માથું ઢાંકવું.
ઘરની બહાર જાઓ ત્યારે તમારી આંખોને બચાવવા માટે સનગ્લાસ (ચશ્મા)નો ઉપયોગ કરવો
ઘરની બહાર નિક્ળો તે પહેલા ત્વચાને ગરમીથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.
પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી લેવી કારણ કે તેઓ વધુ પડતી ગરમીનો શિકાર બને છે.
હિટ સ્ટ્રોકથી બચવા શું ન કરવું ?
તડકામાં બહાર ઘરની બહાર જવાનું ટાળવું. તેમાં પણ ખાસ કરીને બપોરના ૧૨-૦૦ કલાકથી ૩-૦૦ કલાકની વચ્ચેના સમયમાં ખુલ્લા પગે ઘરની બહાર ન જવું.
પીક અવર્સ (મધ્યાહન સમય) દરમિયાન રસોઈ ન કરવી. રસોઈ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર રહે તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી.
આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ ન કરવો. તે શરીરને ડીહાઇડ્રેટ કરે છે.
ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ન ખાવો (ટાળવું). વાસી ખોરાક ન ખાવો.
પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા ન છોડવું. અગ્નિથી પ્રકાશિત બલ્બ તેમજ બિનજરૂરી ગરમી પેદા કરી શકે તેવા ઉપકરણોનો જરૂર સિવાય ઉપયોગ ન કરવો. જેમ કે, કોમ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનીક ઉપકરણ. ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લા વાસીઓને હિટ સ્ટ્રોકથી બચવા જરૂરી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.