હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, લાઈફ સ્ટાઈલ

હીટવેવને કારણે ફુગાવો ઘટાડવાના રિઝર્વ બેન્કના પગલાં પર અસર પડી શકે છે,

Posted 2 years ago with 15 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ચિંતામાં પણ વધારો થયો છે

હીટવેવને કારણે ફુગાવો ઘટાડવાના રિઝર્વ બેન્કના પગલાં પર અસર પડી શકે છે,
1/1

દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલથી જૂનના ત્રણ મહિનામાં ઊંચા તાપમાન તથા હીટવેવની ભારતીય હવામાન વિભાગની આવી પડેલી ચેતવણી દેશની સામાન્ય જનતા સાથોસાથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ચિંતામાં પણ વધારો થયો છે
હીટવેવને કારણે ખાસ કરીને શાકભાજીના ઉત્પાદન પર સૂચિત અસર ખાધાખોરાકીના ફુગાવામાં વધારો કરાવી શકે છે. દેશમાં ખરીફ વાવેતર જૂનથી શરૂ થતું હોવાથી ખરીફ અનાજ પર પણ હીટવેવની અસર નકારાતી નથી.

એપ્રિલથી જૂનના ગાળામાં દેશમાં તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની હવામાન વિભાગની ધારણાં આવી પડી છે.

હીટવેવને કારણે ફુગાવો ઘટાડવાના રિઝર્વ બેન્કના પગલાં પર અસર પડી શકે છે, અને શાકભાજીના ભાવ લાંબો સમય સુધી ઊંચા રાખી શકે છે. રિઝર્વ બેન્ક જૂનથી વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરશે તેવી અપેક્ષા રખાતી હતી પરતું તે હવે લંબાઈ જવાની શકયતા રહેલી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

રેપો રેટમાં ઘટાડો હવે ઓગસ્ટ અથવા ઓકટોબરની બેઠકમાં જોવા મળી શકે છે. જો કે તેનો આધાર પણ ખરીફ વાવણીની કામગીરી તથા ચોમાસાની સ્થિતિ પર રહેશે.

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની વર્તમાન નાણાં વર્ષની પ્રથમ બેઠક આવતી કાલથી શરૂ થઈ રહી છે અને પાંચમી એપ્રિલે કમિટિ પોતાનો નિર્ણય જાહેર કરશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન