હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રમત-ગમત

ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમશે અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી

Posted 1 year ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભારતીય ખેલાડીઓ અક્ષર પટેલને પ્રેમથી બાપુ કહે છે કારણ કે તેઓ પણ ગુજરાતના છે, જો આપણે મેચના દ્રષ્ટિકોણથી જોઈએ તો, અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી

ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમશે અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી
1/1

ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમશે અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી 

Champions Trophy 2025: ભારતીય બેટર વિરાટ કોહલી માટે રવિવાર (બીજી માર્ચ) ખાસ હતો, કારણ કે તેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની 300મી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે આવું કરનાર સાતમો ભારતીય ક્રિકેટર હતો. જો કે, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તે 11 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ વિરાટ કોહલી મેદાન પર સતર્ક દેખાતો હતો અને જ્યારે તેમણે બાપુ એટલે કે અક્ષર પટેલના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમશે અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી

 ભારતીય ખેલાડીઓ અક્ષર પટેલને પ્રેમથી બાપુ કહે છે કારણ કે તેઓ પણ ગુજરાતના છે, જો આપણે મેચના દ્રષ્ટિકોણથી જોઈએ તો, અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને એક મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી, જેના કારણે ભારતે મેચ પર પોતાની પકડ બનાવી લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 41મી ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલે દિગ્ગજ બેટર કેન વિલિયમસનને સ્ટમ્પ આઉટ કર્યો હતો. 

 જ્યારે અક્ષર પટેલ આ વિકેટની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે નજીકમાં ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલી તેની પાસે આવ્યા અને તેમના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શનને ચાલુ રાખીને, તેમણે ત્રણ મેચમાં સતત ત્રીજી જીત નોંધાવી. પહેલા બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, ત્યારબાદ પાકિસ્તાન સામે પણ 6 વિકેટથી જીત મેળવી. હવે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યા બાદ, ભારતીય ટીમ કોઈપણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમવાનું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.