હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા "સંસ્કૃતિ સંવર્ધન 2025" અને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025"ના સન્માનનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ SGVP ખાતે યોજાશે.

Posted 1 year ago with 57 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: શ્રીમતી પન્નાબેન હેમાણી પુરસ્કૃત રોકડરાશિ બે લાખ વીસ હજારના પુરસ્કારો એનાયત કરવામાં આવશે આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન -2025" ના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂપિયા એક લાખ દસ હજારના રોકડ પુરસ્કારો- પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવશે.

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા
1/1

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા "સંસ્કૃતિ સંવર્ધન 2025" અને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025"ના સન્માનનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ SGVP ખાતે યોજાશે. 

 શ્રીમતી પન્નાબેન હેમાણી પુરસ્કૃત રોકડરાશિ બે લાખ વીસ હજારના પુરસ્કારો એનાયત કરવામાં આવશે

કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા "કલાતીર્થ ટ્રસ્ટ" દ્વારા આગામી તારીખ 20- જુલાઈ, 2025 ને રવિવારના રોજ સાંજે 3 કલાકે શ્રી સ્વામિનારાયણ વિશ્વ પ્રતિસ્થાનમ્ (છારોડી - ગુરુકુળ) અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વમુખ્ય સચિવ પી.કે. લહેરીસાહેબના અધ્યક્ષ સ્થાને અને પ. પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે વર્ષોથી ઇતિહાસ અને પુરાતત્વવિદ્ તરીકે કાર્યરત રહીને ભારતીય કલા,શિલ્પો, સ્થાપત્યો, દેવાલયોને ઉજાગર કર્યો છે તેવા 10 કલાસાધકોને શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડરાશિ 11000/- સાથે "સંસ્કૃતિ સંવર્ધક સન્માન- 2025" સાલ, સરપાવ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવશે. ચાલુ વર્ષે નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય, આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવા શુભ આશયથી "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પકલ્પ- 2025" નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી સરકારી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા, તેમાંથી 13 જેટલા શ્રેષ્ઠ મહાનિબંધોનું ચયન કરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન -2025" ના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂપિયા એક લાખ દસ હજારના રોકડ પુરસ્કારો- પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે 13 સંશોધન લેખોનુ દસ્તાવેજીકરણ આ પ્રકલ્પના મુખ્ય સંયોજક અને ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, સંશોધક , લેખક નિસર્ગ આહિર દ્વારા સંપાદિત "કલા - અન્વેષણા" સંશોધનગ્રંથ સાથે "અક્ષરયાત્રા- ધન્ય ધરોહર" (ડાયરી)નું લોકાર્પણ કરવામાં આવશે. આ સમારંભનુ ઉદ્ઘાટન ગુજરાતરાજ્યના સનદી અધિકારી, પૂર્વમાહિતી નિયામક વી.એસ. ગઢવી સાહેબ, ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ- કુમારપાળ દેસાઈ કરશે. બંને ગ્રંથોનું લોકાર્પણ લીલાધર પાસૂ ફોરવર્ડસ પ્રા. લિ. મુંબઈના એમ.ડી. દેવેન્દ્રભાઈ શાહ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાસાહેબ કરશે. આ પ્રસંગે પુરસ્કાર દાતા શ્રીમતી પન્નાબેન હેમાણી, ભગિની દક્ષાબેન લાલસોદાગર ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે ભાવનગરની માઈક્રોસાઈનના એમ.ડી. નિશિત મહેતા, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના મહામાત્રા- ડો. જયેન્દ્રસિંહ જાદવ, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ- જીતેન્દ્રભાઈ મોદી, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના જે. બી. પટેલસાહેબ, સુરત. મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદ ગડા ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, અધ્યાપક, સંચાલક- ડો અશ્વિન આણદાણી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છમિત્રના પૂર્વ સહતંત્રી અને ઇતિહાસવિદ નરેશ અંતાણી, કચ્છમિત્રના સંજય ઠાકર, દૂરદર્શનના પૂર્વ અધિકારી કિશોર જોશી, પત્રકાર અને ચિત્રકાર જીગર પંડ્યા, ચિત્રકાર વિનય પંડ્યા, ચિત્રકાર કમલેશ ગજ્જર અને ચિત્રકાર અનિલ શ્રીમાળી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. 

આ અવસરના સાક્ષી બનવા આપ સૌને સહૃદય આમંત્રણ પાઠવું છું 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.