સમાચાર સારાંશ: વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
વેવાઈ-વેવાણ વચ્ચેનો પ્રેમ હત્યાનું કારણ બન્યો. વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનારા ત્રણેય હત્યારાઓને ઝડપી લેવાયા છે,
વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ કટારીયાની ધરપકડ કરવામાં આવી હતી. કારમાં આવેલા આરોપીઓએ લાકડીના ફટકા મારીને શિક્ષકની હત્યા કરી હતી. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદનાં વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો. ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા હર્ષાબેન વેવાઈ અને વેવાણ હતા. હર્ષાબેનનાં દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ હતી. તેમજ બંને એકબીજા સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા હતા. અને વિરમગામમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા. જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
વિરમગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસનાં લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં કેટલાક શખ્શો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



