હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

જો સનાતન બોર્ડની રચના ન થાય તો વકફ બોર્ડ પણ નાબૂદ કરી દો .કુંભમેળામાં મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સંપૂર્ણાનંદજી મહારાજે પ્રશંસા કરી

Posted 1 year ago with 18 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રયાગરાજ મહાકુંભ સોમવારથી શરૂ થયો. આ પછી, મંગળવારથી 'શાહી સ્નાન' પણ શરૂ થયું છે, જેને આ વર્ષે સરકારે 'અમૃત સ્નાન' નામ આપ્યું છે. અખાડાઓએ આ 'અમૃત સ્નાન' માટે શોભાયાત્રા શરૂ કરી દીધી છે. 'અમૃત સ્નાન' માટે સનાતન ધર્મના 13 અખાડાના સંતો પહેલા પવિત્ર સ્નાન કર્યુ હતું.

જો સનાતન બોર્ડની રચના ન થાય તો વકફ બોર્ડ પણ નાબૂદ કરી દો .કુંભમેળામાં મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સંપૂર્ણાનંદજી મહારાજે પ્રશંસા કરી
1/1

જો સનાતન બોર્ડની રચના ન થાય તો વકફ બોર્ડ પણ નાબૂદ કરી દો .કુંભમેળામાં મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સંપૂર્ણાનંદજી મહારાજે પ્રશંસા કરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને અનેક હસ્તિઓ જોડાઈ રહ્યા છે. ત્યારે અગ્નિ અખાડાના સચિવ સ્વામી સંપૂર્ણાનંદજીએ પણ મહાકુંભના પહેલા અમૃત સ્નાન કરવા પધાર્યા હતા. કુંભમેળામાં મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સંપૂર્ણાનંદજી મહારાજે પ્રશંસા કરી છે અને આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય ગણાવ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે, જો સનાતન બોર્ડની રચના ન થાય તો વક્ફ બોર્ડને પણ નાબૂદ કરી દેવું જોઈએ.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળામાં અગ્નિ અખાડાના સચિવ સ્વામી સંપૂર્ણાનંદજી પણ શાહીસ્નાન કરવા પહોંચ્યા હતા. મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં ભાગ લેનારા અગ્નિ અખાડાના સચિવ સ્વામી સંપૂર્ણાનંદજી મહારાજે મેળામાં કહ્યું કે, 'મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસાને પાત્ર છે, ખરેખર આ કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય કહી શકાય.'

આ સાથે તેમણે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર મહાકુંભની ખામીઓને વાયરલ કરતાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષ નેતાઓને ટારગેટ કરતાં કહ્યું કે, મહાકુંભના નામે રાજકારણ કરનારાઓએ પહેલા અહીં આવવું જોઈએ અને અહીંની વ્યવસ્થાનો અભ્યાસ કરવો જોઈએ. એ પછી જ કંઈક કહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, જો સનાતન બોર્ડની રચના ન થાય તો વક્ફ બોર્ડને પણ નાબૂદ કરી દેવું જોઈએ.'

પોષ પૂર્ણિમા સ્નાન મહોત્સવના સફળ સમાપન પછી, પ્રયાગરાજ મહાકુંભ સોમવારથી શરૂ થયો. આ પછી, મંગળવારથી 'શાહી સ્નાન' પણ શરૂ થયું છે, જેને આ વર્ષે સરકારે 'અમૃત સ્નાન' નામ આપ્યું છે. અખાડાઓએ આ 'અમૃત સ્નાન' માટે શોભાયાત્રા શરૂ કરી દીધી છે. 'અમૃત સ્નાન' માટે સનાતન ધર્મના 13 અખાડાના સંતો પહેલા પવિત્ર સ્નાન કર્યુ હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન