હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, લાઈફ સ્ટાઈલ

ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી લોકોને જાગૃત કરવા અને પીએમ મોદીની સફાઇનો સંદેશ પહોંચાડવા માટે કંકોતરી પર આ સંદેશ

Posted 1 year ago with 37 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામના એક યુવકના 23 નવેમ્બરે લગ્ન થવાના છે. તેની કંકોતરી પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આપેલો બટોંગે તો કટોગે નારો છપાવવામાં આવ્યો

ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો  હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી લોકોને જાગૃત કરવા અને પીએમ મોદીની સફાઇનો સંદેશ પહોંચાડવા માટે કંકોતરી પર આ સંદેશ
1/1

વાયરલ થયું મેરેજ કાર્ડ ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો  હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી 

Viral Marriage Card: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો (UP CM Yogi Adityanath) નારો બટોંગે તો કટોગે (bantoge to katoge) ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના ભાવનગરમાં એક વ્યક્તિએ તેના લગ્નના કાર્ડમાં આ નારો છપાવ્યો છે, જેની સાથે તેણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર પણ છપાવી છે.

ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો  હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી લોકોને જાગૃત કરવા અને પીએમ મોદીની સફાઇનો સંદેશ પહોંચાડવા માટે કંકોતરી પર આ સંદેશ

કંકોતરી પર છપાવ્યો નારો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામના એક યુવકના 23 નવેમ્બરે લગ્ન થવાના છે. તેની કંકોતરી પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આપેલો બટોંગે તો કટોગે નારો છપાવવામાં આવ્યો છે. જેમાં હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ નારો ખૂબ વાયરલ થયો છે. કંકોતરી પર નારો છપાવનારા યુવકે કહ્યું, લોકોને જાગૃત કરવા અને પીએમ મોદીની સફાઇનો સંદેશ પહોંચાડવા માટે કંકોતરી પર આ સંદેશ છાપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રેલીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ બટોંગે તો કટોગે નો નારો બુલંદ કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમના પ્રચાર અભિયાનની શરૂઆત ‘એક હૈ તો સૈફ હૈ’ના મેસેજ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો એક માત્ર એજન્ડા એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે લડાવવાનો છે. તેઓ એસસી, એસટી અને ઓબીસી પ્રગતિ કરે તથા તેમને યોગ્ય સન્માન મળે તેમ નથી ઈચ્છતા. 

હાલ દેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે અને તેમાં 'બટોંગે તો કટોંગે' ખૂબ જ વાયરલ થયું છે ત્યારે ભાવનગરના યુવાને કંકોતરીમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. યુવકના કહેવા મુજબ, હાલ હિન્દુ સમાજમાં ભાગલા પાડવા માટે જે પ્રકારના કાવતરાં થઈ રહ્યા છે ત્યારે આવી તાકાતોનો સામનો કરવા કઈંક કરી દેખાડવાનો અમારો પ્રયાસ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.