હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપાયો ઠેર ઠેર લાગ્યા શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

Posted 1 year ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપાયો  ઠેર ઠેર લાગ્યા શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
1/2
સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપાયો  ઠેર ઠેર લાગ્યા શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
2/2

સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપાયો  ઠેર ઠેર લાગ્યા શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર 

રાજકીય સન્માન સાથે સોંપવામાં આવ્યો સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ | Tribute Vijay Rupani 

સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપાયો  ઠેર ઠેર લાગ્યા શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

12 જૂન ગુરુવારે અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુખદ નિધન થયું હતું . ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે 16 જૂનના રોજ સ્વ,વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો . પાર્થિવ દેહને લેવા માટે અંજલી રૂપાણી, ઋષભ રૂપાણી, રાધિકા રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા . અમદાવાદ એરપોર્ટ ખાતે ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું . ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

લોકનેતાની વસમી વિદાય 

અંતિમયાત્રાની તૈયારીઓ પૂર્ણ 

આજે બપોરે વિજય રૂપાણીનો પાર્થિવદેહ પ્લેન મારફત રાજકોટ પહોંચશે ત્યાર બાદ તેમના નિવાસ્થાને અંતિમ દર્શન માટે આવશે પાર્થિવદેહને રાખવામાં આવશે . અંતિમ દર્શન બાદ રાજકીય સન્માન સાથે અંતિમયાત્રા રાજકોટના રાજમાર્ગ ઉપર નીકળશે . પ્રકાશ સોસાયટી થી રામનાથ પરા સ્મશાન સુધી અંતિમયાત્રાનો રુટ નક્કી કરવામાં આવ્યો છે. દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં હાજર રહેશે ગાર્ડ ઓનર સાથે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે . રાજકોટમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.