હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, વિશેષ વાંચન

દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ

Posted 2 years ago with 12 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીએ સિયાચીન બેઝ કેમ્પ ઉપર આવેલ શહીદ સ્મારક ખાતે , શહીદ કેપ્ટન નિલેશ સોની નું પોર્ટ્રેટ અર્પણ કર્યું

 દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ
દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ
1/4
 દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ
2/4
 દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ
3/4
 દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ
4/4

દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીની દેશભક્તિ દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારીએ સિયાચીન બેઝ કેમ્પ ઉપર આવેલ શહીદ સ્મારક ખાતે , શહીદ કેપ્ટન નિલેશ સોની નું પોર્ટ્રેટ અર્પણ કર્યું અમદાવાદના 'વીર શહીદ કેપ્ટન નિલેશ સોની" ને દિલ્હી ના ૧૨ વર્ષના દિવ્યાંગ બાળક આર્થ્વ તિવારી એ સિયાચીન બેઝ કેમ્પ ઉપર આવેલ શહીદ સ્મારક ખાતે , શહીદ કેપ્ટન નિલેશ સોની નું પોર્ટ્રેટ બનાવી સિયાચીન સ્મારક ખાતે શહીદ કેપ્ટન નિલેશ સોની ના નામ નીચે મૂકી અભૂતપૂર્વ સલામી અર્પણ કરેલ.તે વખતે સિયાચીન બેઝ કેમ્પ ઉપર -૧૯ ડિગ્રી તાપમાન હતું . આમ આર્થવ તિવારી દ્વારા દેશભક્તિ ની અનોખી મિશાલ પ્રગટ કરેલ છે. આ ઉપરાંત થોડા સમય પહેલા રાષ્ટ્ર , પ્રજા અને ધર્મ સુરક્ષિત અને નિર્ભય છે કારણકે રાષ્ટ્ર ના સીમાડા સુરક્ષા દળો ના બહાદુર જવાનો થી સુરક્ષિત છે અને વખત આવે તો તેવો પોતાના મહામુલા પ્રાણ ન્યોછાવર કરી વીર ગતિ પ્રાપ્ત કરે છે . પ્રજા ની સુરક્ષા માટે પ્રાણ સમર્પિત કરવા તેનાથી શ્રેસ્ટ અને ઉત્તમ કોઈ દાન નથી . આ દેશભક્તિ ના બોધપાઠ વ્યાખ્યાન આજે પરમ પૂજ્ય ધર્મબોધી વિજયજી મહારાજ સાહેબે જૈન ધર્મ ના પરમ પૂજ્ય " આચાર્ય ચંદ્રશેખર મહારાજ સાહેબ " ની ૧૨ મી પુણ્ય તિથિ નિમિતે "વીર શહીદ કેપ્ટન નિલેશ અનુપમ પ્રાથમિક શાળા "માંસ્કૂલ ના બાળકો ને વોટર બેગ વિતરણ કાર્યક્રમ દરમ્યાન તેમના આશીર્વચન દરમ્યાન ઉદબોધનમાં કરેલ . તેમને વોટરબોટલનું વિતરણ "શહીદ કેપ્ટન નિલેશ સોની " ના મોટાભાઈ જગદીશ સોની ના હસ્તે કરાવેલ. આ પ્રસંગે અમદાવાદ સ્કૂલ બોર્ડ ના માનનીય ચેરમેનશ્રી સુજયભાઈ મહેતા , પાલડી વોર્ડ ના કોર્પોરેટર શ્રી ઓ ,જૈન સમાજ ના મહાનુભાવો ,સ્કૂલનાબાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહેલ . યુવા બાળ પેઢી માં "' દેશ ભક્તિ" ના ગુણો ખીલે તે માટે ""શ્રી કચ્છ અખિલ વિશા શ્રીમાળી સોની સમાજ'' દ્વારા વિદ્યાર્થીઓના ચોપડામાં સમાજ ના વીર શહીદ ની વીરતા પ્રગટ કરવાનો નવતર પ્રયોગ:- ""શ્રી કચ્છ અખિલ વિશા શ્રીમાળી સોની સમાજ ""દ્વારા યુવા - બાળ પેઢી મા દેશ ભક્તિ ના ગુણો ખીલે અને મોટા થઈને લશ્કર માં જોડાઈ રાષ્ટ્ર, પ્રજા અને ધર્મ ની સુરક્ષા માટે સમર્પિત થાય તેવા હેતુથી વર્ષ ૨૦૨૩ ના વિધાર્થી ને ભણતર માટે ના ચોપડા માં મુખ્ય પ્રુષ્ટ ઉપર ગુજરાત , અમદાવાદ ના લશ્કરી અધિકારી જેમને "સિયાચીન" રણભૂમિ ની -૬૦ ડિગ્રી તાપમાન માં ફરજ બજાવતા પાકિસ્તાની સેના સામે "મેઘદૂત ઓપરેશન "અંતરગત લડતા ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ વીર ગતિ પ્રાપ્ત કરેલ તેવા વીર શહીદ "શહીદ કેપ્ટન નિલેશ સોની "નો ફોટો તથા તેમની વીરતા ની યશગાથા ની થીમ લીધેલ છે. વિદ્યાર્થી ને ચોપડા વિતરણ અંજાર - કચ્છ ખાતે સમાજ દ્વારા જાહેર કાર્યક્રમ યોજી" શહીદ કેપ્ટન નિલેશ સોની " ની વીરતા ને સમાજ ના મહાનુભાવો દ્વારા સલામી અર્પણ કરી વિદ્યાર્થી ઓ ને નોટબુક નું વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શહીદ કેપ્ટન નિલેશ સોની સાથે સૈનિક સ્કૂલ બલાચડી ના સહવિધાર્થી શ્રી ઓમકારસિંહ જાડેજા અને શ્રી યોગેન્દ્રસિંહ સિંહ રાણા ઉપસ્થિત રહી કેપ્ટન નિલેશ સોની ની સ્કૂલ ની યાદો તાજી કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત હોદેદારશ્રીઓ અને મુખ્ય મહેમાનોના કરકમળ દ્વારા દિપ પ્રાગટયથી કરાયો હતો.પ્રમુખશ્રી કીરીટભાઈ ચાંપાનેરીયાએ શબ્દોથી સૌને આવકાર આપ્યો હતો.નોટબુક વિતરણ પ્રોજેક્ટના મુખ્ય દાતાશ્રી રણછોડભાઈ દેવશીભાઈ ચાંપાનેરીયા પરિવાર અને સહયોગી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાના ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ ચાંપાનેરીયાએ નોટબુક અંગેની થીમ અને લશ્કરમાં લડતાં ઓપરેશન મેઘદૂત દરમિયાન વીરગતી પામનાર સોની સમાજના હોનહાર યુવાન નિલેશ સોનીની થીમ કેવી રીતે લેવાઈ એ અંગે માહિતી આપી હતી. નોટબુક વિતરણ પ્રોજેક્ટના ચેરમેનશ્રી પરેશભાઈ પાટડીયાએ આ પ્રોજેક્ટ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.એમના વક્તવ્યમાં દાતાઓને અપીલ કરતાં આગામી વર્ષના નોટબુક વિતરણ પ્રોજેક્ટના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રીઓ સંસ્થાને પ્રાપ્ત થયા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી રશ્મીકાંતભાઈ ઝીઝુવાડીયાએ અને આભારવિધી મંત્રી દિનેશભાઈ પારેખે કરી હતી. રાપર,ભચાઉ,ગાંધીધામ,મુન્દ્રા,માંડવી,ભુજપુર,અંજારથી સંસ્થાના સભ્યો અને જ્ઞાતી પ્રમુખશ્રીઓ અને સંસ્થાના કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.અંજાર મધ્યે વાગડ સમાજ શ્રીમાળી સોની જ્ઞાતી વાડી મધ્યે આ કાર્યક્રમ આયોજીત થયો હતો...

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.