હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મહારાષ્ટ્ર અને ઝારખંડનો રાજકીય માહોલ હાલ ગરમાયો તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ

Posted 1 year ago with 26 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપે કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી સાથે પ્રથમ બેઠકમાં જ 100થી વધુ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરી લીધા છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડનો રાજકીય માહોલ હાલ ગરમાયો તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ
1/1

Maharashtra Assembly Election:
મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.

રાજકીય પક્ષો દ્વારા આગામી મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપે કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી સાથે પ્રથમ બેઠકમાં જ 100થી વધુ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરી લીધા છે. જ્યારે બીજી બાજુ ઓછામાં ઓછી 110 બેઠકો પર ચૂંટણી લડવા માગતી કોંગ્રેસની બેઠક ફાળવણી મુદ્દે મહા વિકાસ અઘાડી સાથે વિવાદ થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. કારણકે, MVA મહત્ત્વની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માગે છે.કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષ નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના પ્રમુખ નાના પટોલે, વિજય વડેટ્ટીવાર, વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મહાવિકાસ અઘાડી પોતાના કાર્યકરોને બેઠક ફાળવવાનો મુદ્દો રજૂ કર્યો હતો. 

મહારાષ્ટ્ર અને ઝારખંડનો રાજકીય માહોલ હાલ ગરમાયો તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ

કોંગ્રેસના ગઠબંધનમાં શિવસેના (યુબીટી) કોંગ્રેસના અમુક ગઢ પર પણ પોતાના ઉમેદવારો ઉતારવા પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ આ બેઠકો પોતાની પાસે રાખવા માગે છે.ભાજપ અને તેના સમર્થક પક્ષોની ગઈકાલે યોજાયેલી મિટિંગમાં પક્ષે તમામ 288 બેઠકોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં સમર્થક પક્ષોને આપવામાં આવનારી બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

ગત ચૂંટણીમાં ભાજપે 164 બેઠકો પર ચૂંટણી લડી 105 બેઠકોમાં જીત હાંસલ કરી હતી. આ વખતે 170 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. સત્તાવિરોધી માહોલ બદલવા માટે તે રણનીતિ ઘડી રહ્યું છે. ભાજપ નેતાએ દાવો કર્યો છે કે, કોઈપણ સમર્થક પક્ષ હવે ફાફાં મારશે નહીં, અમે સૌ સાથે મળીને મેદાનમાં ઉતરીશું. અને પક્ષે સંકેત પણ આપ્યા છે કે, જે સાંસદોને લોકસભામાં ટિકિટ મળી નથી, તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ ટિકિટ મળશે નહીં. તે નવા અને મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.