હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે.

Posted 1 hour ago with 6 views

Story by Sanjiv Rajput | 6 mins read

સમાચાર સારાંશ: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી અહીંની કલા સંસ્થા 'કલાતીર્થ ટ્રસ્ટ' દ્વારા ઈતિહાસ, પુરાતત્વ,કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સંદર્ભમાં અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે.
1/1
❮ ❯

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે.

કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ–૨૬ના વિજેતાઓને સન્માનીત કરાશેઃ કલાગંગોત્રી ગ્રંથ-૩૮ વિમોચીત કરાશે

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે.

 કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી અહીંની કલા સંસ્થા 'કલાતીર્થ ટ્રસ્ટ' દ્વારા ઈતિહાસ, પુરાતત્વ,કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સંદર્ભમાં અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ ૨૦૨૬ માટે ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા અને પુરાતત્વવિદ્ પ્રા. ડો. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર.ટી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્તકલાવિદ્ રાગિણીબહેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુથારનો સમાવેશ થાય છે. દરેક એવોર્ડ વિજેતાને પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રુા. ૨૧,૦૦૦/–નું રોકડ માનધન શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી ના સહયોગથી અર્પણકરવાનો સમારોહ આગામી તા. રજી ઓકટોબર શુક્રવારના રોજ અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાન (એસજીવીપી)ના ઓડીટોરીયમમાં યોજાનાર છે. આ સમારોહના અધ્યક્ષ તરીકે ગુજરાતસરકારના પૂર્વમુખ્ય સચિવ પી.કે. લહેરી સાહેબ હાજર રહેશે. ગુરુકુળના ગુરુવર્ય સ્વામી માધવપ્રિયદાસસજીના સાનિધ્યમાં યોજાશે અને આશીર્વચન આપવા ઉપસ્થિત રહેશે, જ્યારે સમારોહનું ઉદ્ધાટન પૂર્વમાહિતી નિયામક અને જાણીતા સર્જક વી.એસ. ગઢવી તથા ગુજરાત વિશ્વકોશના અઘ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કૃત જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ કરશે. આ પ્રસંગે સંસ્કારભારતી ગુજરાત પ્રાંતના અઘ્યક્ષ અભેસિંહ રાઠોડ, કલાવિવેચક કનુભાઈ પટેલ, લોકકલાવિદ્ છેલભાઈ વ્યાસ તથા મૈની ઈન્ટરનેશનલસ્કૂલ, સુરતના જે. બી. પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી. કક્ષાના અધ્યાપકો અને સંશોધકો એમ બે વિભાગમાં વિવિધ વિષયો પર શોધપત્ર સ્પર્ધા પન્નાબહેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત સંસ્કૃતિ સંશોધન પુરસ્કાર પ્રકલ્પ-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતાઓ અઘ્યાપક અને સંશોધક વિભાગમાં પ્રથમ અજીત વાઘેલા, દ્વિતિય ડો. અરુણ વાઘેલા, તુતિય ડો. દક્ષા ડાંગર તથા અન્ય પાંચ આશ્વાસન ઈનામને પાત્ર શોધપત્રોમાં ડો. સાધાના ટાંક, ડો. ભાવિની પંડયા, રવીન્દ્ર લાંબા, ભીમજી ખાચરીયા તથા ડો. ઝલક પટેલ વિજેતા થયા હતા જેમાં પ્રથમને રુ. ૩૧૦૦૦/– દ્વિતિયને રુા. ૨૫૦૦૦/– તથા તૃતિયને રુા. ૨૧૦૦૦/– જ્યારે આશ્વાસન ઈનામ વિજેતા પ્રત્યેકનુ રુા. ૧૦,૦૦૦/–નું માનધન, સ્મૃતિ ચિહન તથા પ્રમાણપત્ર તથા વિદ્યાર્થી સંશોધક વિભાગમાં પ્રથમ વિધિ પટેલ, દ્વિતિય ઋષિતા જોશી, તૃતિય તેજલ ગઢવી તથા અન્ય પાંચ આશ્વાસન ઈનામને પાત્ર શોધપત્રોમાં અતુલકુમાર ડોડીયા, દિવ્યરાજસિંહ યાદવ,જાગૃતિ ઠાકોર,મોબિન બસીર શેખ તથા સ્નેહલ ત્રિવેદી વિજેતા થયા છે જેમાં પ્રથમને રુ. ૨૫૦૦૦/– દ્વિતિયને રુા. ૨૦૦૦૦/– તથા તૃતિયને રુા. ૧૫૦૦૦/– જ્યારે આશ્વાસન ઈનામ વિજેતા પ્રત્યેકનુ રુા. ૫,૦૦૦/–નું માનધન, સ્મૃતિ ચિહન તથા પ્રમાણપત્ર પણ આજ સમારોહમાં અર્પણ કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છેકે, કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી. કક્ષાના પ્રાધ્યાપકો માટે ખાસ સંશોધન સેમિનાર તાજેતરમાં સૌરાષ્ટ્રના ઘુમલી ખાતેયોજાયો હતો જેમાં પચાસથી વધારે સંશોધકોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરું પડાયું હતું તો તાજેતરમાં જ ભુજના પ્રાગમહેલ ખાતે `કચ્છના જ ચિત્રકારોએ તૈયાર કરેલા કચ્છના અઢાર રાજવીઓ અને મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીના વિશાળ તૈલચિત્રો પ્રાગમહેલના ક્રિસ્ટલ હોલમાં જાહેર જાનતા માટે ખૂલા મૂકવામાં આવ્યા હતા. આ અવસરે તમામ રાજવીઓનો સર્વાગી પરિચય કરાવતો કલાગંગોત્રી ગ્રંથ ૩૭નું વિમોચન પણ કરાયું હતું.

અમદાવાદ ખાતે યોજાનાર સમારોહનું સંકલન કિશોરજોશી, જીગરપંડયા, વિનય પંડયા, કમલેશ ગજજર, અનિલ શ્રીમાળી, વિમલા ઠકકર, બિજલ હરિયા તથા પ્રિયકા જોશી સંભાળી રહ્યા છે.

આ સમારોહમાં જાહેરજનતાને ઉપસ્થિત રહેવા કલાતીર્થના અઘ્યક્ષ રમણીક ઝાપડિયા, સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહિર તથા સહ સંયોજક નરેશ અંતાણીએ અનુરોધ કર્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

આંતરિક ભાવોની અભિવ્યક્તિ સ્વરૂપે મનસ્વી મહેતાની સુંદર " ચિત્ર યાત્રા " અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમા યોજાયું પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

આંતરિક ભાવોની અભિવ્યક્તિ સ્વરૂપે મનસ્વી મહેતાની સુંદર " ચિત્ર યાત્રા " અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમા યોજાયું પ્રદર્શન

ભારત, રાજનૈતિક, સામાજીક

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો