હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ચુંટણી ૨૦૨૪, વેપાર

શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે EXIT POLLની ઈફેક્ટ દેખાઈ

Posted 2 years ago with 56 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે EXIT POLLની ઈફેક્ટ દેખાઈ
1/2
શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે EXIT POLLની ઈફેક્ટ દેખાઈ
2/2

શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે EXIT POLLની ઈફેક્ટ દેખાઈ 

શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત રહી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે EXIT POLLની ઈફેક્ટ દેખાઈ હતી અને તેની સાથે જ 2600 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે નિફ્ટીમાં પણ એકઝાટકે 800થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. 

મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ 76583.29 પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ 800 પોઈન્ટનો ઉછાળો દર્શાવતા 23338.70ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો. 

શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. 12.72 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. 425.09 લાખ કરોડ થઈ છે. આજે 307 શેરોમાં અપર સર્કિટ અને 241 શેરો વર્ષની ટોચે (52 Week High) પહોંચી છે. નિફ્ટી VIX આજે 19.71 ટકા ઘટ્યો છે.

મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી લાભકારી યોજનાઓની આ ચૂંટણીઓમાં મોટી અસર પડી છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થાય છે. દેશમાં એક બહુ મોટો વર્ગ છે જે મોટાભાગે સરકારી યોજનાઓની મદદ પર જીવી રહ્યો છે. લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ આપવામાં આવી રહ્યું છે. મકાનો અને શૌચાલય માટે પણ ફંડ આપવામાં આવી રહ્યું છે. આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવાર આપવામાં આવી રહી છે. આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓ યોજનાઓનો લાભ મળ્યા બાદ એક અલગ જ અનુભૂતિ કરી રહ્યા છે. એવું નથી કે આવી યોજનાઓ દેશમાં પહેલીવાર લાગુ કરવામાં આવી છે. આ યોજનાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે, પરંતુ હવે તેનો યોગ્ય રીતે અમલ થયો છે. તેથી લોકોને લાગે છે કે જો બીજી સરકાર આવશે તો કદાચ આ યોજનાઓ બંધ થઈ જશે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.