સમાચાર સારાંશ: આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે
સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો
સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટ નક્કી કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે અને આ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) અને અરવિંદ કેજરીવાલને આશા હતી કે તેમને પણ મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવશે. પરંતુ એવું ન થયું અને તેમની આશા પર પાણી ફરી વળ્યું.
ઈડીના કેસમાં જામીન મળ્યાં છે તો પણ જેલમાં ઉલ્લેખનીય છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ જામીન આપી દીધા હતા પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કેસને કારણે તેમણે ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો. કેજરીવાલ પર કથિત લિકર પોલિસીમાં કૌભાંડ આચરવાનો આરોપ છે. સીબીઆઈ અને ઈડી દ્વારા તેમને કથિત કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાવાયા હતા.
સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટમાં કેજરીવાલની તરફેણમાં સિસોદિયાવાળી દલીલો કરાઈ હતી જે સુપ્રીમકોર્ટે સ્વીકારી નહોતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે અમારા અસીલની તરફેણમાં 3 વખત જામીનના આદેશ આપી દેવાયા છે. તેમાં સેક્શન 45નો કેસ પણ સામેલ છે. આવી તમામ દલીલો પર સુપ્રીમ કોર્ટ સહમત દેખાઈ નહોતી.
नेशनल हेराल्ड मामले में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को दिल्ली हाई कोर्ट ने जमानत दे दी है। सुप्रीम कोर्ट ने केजरीवाल की जमानत याचिका पर सुनवाई करते हुए मामले की अगली सुनवाई 23 अगस्त को तय की है। उच्चतम न्यायालय के न्यायाधीश ने कहा कि हम इस मामले में दूसरे पक्ष को सुनना चाहते हैं और उसके बाद ही निर्णय लिया जाएगा। कल पूरे देश में स्वतंत्रता दिवस मनाया जा रहा है और इससे पहले भी आम आदमी पार्टी (आप) और अरविंद केजरीवाल को उम्मीद थी कि उन्हें भी मनीष सिसोदिया और संजय सिंह की तरह सुप्रीम कोर्ट से जमानत मिल जाएगी।
लेकिन ऐसा नहीं हुआ और उनकी उम्मीदें टूट गईं। भले ही उन्हें ईडी मामले में जमानत दी गई हो, लेकिन यह उल्लेखनीय है कि सुप्रीम कोर्ट ने पहले ईडी मामले में अरविंद केजरीवाल को जमानत दी थी, लेकिन सीबीआई द्वारा दायर मामले के कारण उन्हें फिर से जेल में रहना पड़ा। केजरीवाल पर शराब नीति में भ्रष्टाचार का आरोप है।
सीबीआई और ईडी दोनों ने उन पर घोटाले का मास्टरमाइंड होने का आरोप लगाया है। सुप्रीम कोर्ट ने उन्हें अंतरिम जमानत देने से इनकार कर दिया था। केजरीवाल के पक्ष में सिसोदिया की दलीलों को सुप्रीम कोर्ट ने स्वीकार नहीं किया।
केजरीवाल के वकील अभिषेक मनु सिंघवी ने अदालत को बताया कि हमारे मुवक्किल के पक्ष में तीन बार जमानत के आदेश जारी किए गए हैं। इसमें धारा 45 शामिल है। उच्चतम न्यायालय इन दलीलों से सहमत नहीं था।
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



