હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

NDA સરકારના સૌથી મોટા ગઠબંધન સહયોગી TDPએ કરી જાતિ આધારિત વસતી ગણતરીની માગ દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન પણ કરી રહ્યા છે માગ

Posted 1 year ago with 32 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ ઉપરાંત ગઠબંધનના વધુ એક સહયોગી ચિરાગ પાસવાન પણ આ માગ કરી રહ્યા છે.

NDA સરકારના સૌથી મોટા ગઠબંધન સહયોગી TDPએ કરી જાતિ આધારિત વસતી ગણતરીની માગ દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન પણ કરી રહ્યા છે માગ
1/1

NDA સરકારના સૌથી મોટા ગઠબંધન સહયોગી TDPએ કરી જાતિ આધારિત વસતી ગણતરીની માગ દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન પણ કરી રહ્યા છે માગ 

દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છે. બિહારમાં તો નીતીશ કુમાર જ્યારે આરજેડી સાથે સરકાર ચલાવી રહ્યા હતા તે સમયે જ તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરાવી દીધી હતી. ત્યારબાદથી તેઓ સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે. 

આ ઉપરાંત ગઠબંધનના વધુ એક સહયોગી ચિરાગ પાસવાન પણ આ માગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી અનુપ્રિયા પટેલ, સંજય નિશાદ અને ઓપી રાજભર પણ આ માગ કરી ચૂક્યા છે. આ વચ્ચે હવે NDA સરકારના સૌથી મોટા ગઠબંધન સહયોગી TDPએ પણ આ માગ કરી છે.ભાજપનું માતૃ સંગઠન RSS પણ આ પક્ષમાં પોતાની વાત રાખી ચૂક્યું છે. સંઘનું કહ્યું હતું કે, જાતિ આધારિત વસતી ગણતરી કરી શકાય બસ તેનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. 

હવે તેલુગુ દેસમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુએ પણ એક ઈન્ટરવ્યુમાં જાતિ આધારિત વસતી ગણતરીને જરૂરી ગણાવી છે. તેમણે કહ્યું કે, ,જાતિ આધારિત વસતી ગણતરી થવી જોઈએ. આ જનતાની ભાવના છે અને તેમાં કંઈ જ ખોટું નથી. 

તમે જાતે આધારિત વસ્તી ગણતરી કરાવો અને ત્યારબાદ આર્થિક વિશ્લેષણ કરો. સ્કીલ સેન્સસ કરો. તેનાથી તમને ખબર પડશે કે કોની શું સ્થિતિ છે અને પછી તેના આધાર પર આર્થિક અસમાનતા દૂર કરવામાં મદદ મળશે.' નાયડુએ આગળ કહ્યું કે જનતાની ભાવના છે કે જાતિ આધારિત વસતી ગણતરી થવી જોઈએ. જો આવું છે તો પછી તેમનું સન્માન જરૂરી છે‌. એ વાત સાચી છે કે દેશમાં ગરીબી સૌથી મોટો મુદ્દો છે. અહીં સુધી કે તમે નીચલી જાતિના છો અને પૈસાવાળા છો તો લોકો તમારું સન્માન કરશે. સમાજમાં લોકો તમારી ઈજ્જત કરશે. 

પરંતુ ભલે તમે ઊંચી જાતિના છો પરંતુ ગરીબ છો તો પછી કોઈ તમને મહત્વ નહીં આપશે. આ એક સત્ય છે. તેથી આર્થિક સ્થિતિ જ સમાનતાનો સૌથી મોટો આધાર છે. તેથી તમારે સમાજમાં સંતુલન બનાવી રાખવા માટે આર્થિક અસમાનતા ખતમ કરવા માટે જ કામ કરવું પડશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન