હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

પાકિસ્તાનમાં ભગવાન રામના પુત્ર ‘લવ’ના મંદિરનો થયો જીર્ણોદ્ધાર! જેના પરથી પડ્યું ‘લાહોર’ નામ.

Posted 7 months ago with 91 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: WCLA ની પ્રવક્તા તાનિયા કુરેશીએ જણાવ્યું હતું કે, આ જીર્ણોદ્ધાર અભિયાનનો મુખ્ય હેતુ લાહોર કિલ્લાના સમૃદ્ધ આંતર-સાંસ્કૃતિક વારસાને ઉજવવાનો છે

પાકિસ્તાનમાં ભગવાન રામના પુત્ર ‘લવ’ના મંદિરનો થયો જીર્ણોદ્ધાર! જેના પરથી પડ્યું ‘લાહોર’ નામ.
1/1

પાકિસ્તાનમાં ભગવાન રામના પુત્ર ‘લવ’ના મંદિરનો થયો જીર્ણોદ્ધાર! જેના પરથી પડ્યું ‘લાહોર’ નામ

લાહોર: પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વાત આવે એટલે લઘુમતીઓ પરના અત્યાચારનો મુદ્દો ચર્ચાઇ પરંતુ આ વખતે પાકિસ્તાનથી રામભક્તો અને ઇતિહાસપ્રેમીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. લાહોર કિલ્લામાં સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક 'લૌહ મંદિર' (Loh Mandir) નું જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વાલ્ડ સિટી લાહોર ઓથોરિટી (WCLA) દ્વારા મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે આ ઐતિહાસિક મંદિરના દ્વાર હવે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ભગવાન રામના પુત્ર 'લવ' ને સમર્પિત છે અને એવી માન્યતા છે કે તેમના નામ પરથી જ આ શહેરનું નામ 'લાહોર' પડ્યું છે.

WCLA ની પ્રવક્તા તાનિયા કુરેશીએ જણાવ્યું હતું કે, આ જીર્ણોદ્ધાર અભિયાનનો મુખ્ય હેતુ લાહોર કિલ્લાના સમૃદ્ધ આંતર-સાંસ્કૃતિક વારસાને ઉજવવાનો છે. લૌહ મંદિરની સાથે સાથે શીખ યુગના હમ્મામ અને મહારાજા રણજીત સિંહના 'અઠદારા પેવેલિયન' નું પણ સંરક્ષણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી મુગલ મસ્જિદો, શીખ-હિંદુ મંદિરો અને બ્રિટિશ કાળની સંરચનાઓનો મૂળ વૈભવ જળવાઈ રહે.

આ પ્રોજેક્ટમાં ઐતિહાસિક સંશોધનોનો પણ મોટો ફાળો રહ્યો છે. વર્ષ 2025 માં એક શીખ સંશોધકે આ કિલ્લામાં શીખ યુગ (1799-1849) ના લગભગ 100 સ્મારકોની ઓળખ કરી હતી. આ વિરાસતને પ્રવાસીઓ સુધી વધુ સારી રીતે પહોંચાડવા માટે અમેરિકા સ્થિત શીખ સંશોધક ડો. તરુણજીત સિંહ બુટાલિયાને 'સિકખ એમ્પાયર ડ્યુરિંગ લાહોર ફોર્ટ' શીર્ષક હેઠળ ગાઈડબુક લખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. બુટાલિયાએ આ કિલ્લાને શીખ માનસમાં ઊંડે ઉતરેલું ભાવનાત્મક સ્મારક ગણાવ્યું છે.

લાહોર કિલ્લાનો આ જીર્ણોદ્ધાર માત્ર એક બાંધકામ નથી, પરંતુ તે દક્ષિણ એશિયાના સહિયારા ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ છે. લૌહ મંદિર ખુલવાને કારણે હવે દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને પર્યટકો લાહોરના મૂળ પાયા સમાન આ ધાર્મિક સ્થળના દર્શન કરી શકશે. આ પગલાંને સાંસ્કૃતિક સૌહાર્દ અને પ્રાચીન વારસાની જાળવણીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન