હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, લાઈફ સ્ટાઈલ

રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

Posted 2 years ago with 58 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે.

રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
1/4
રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
2/4
રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
3/4
રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
4/4

વડોદરામાં આજે હોટેસ્ટ ડે નોંધાયો હતો. ગરમીનો પારો અચાનક વધીને ૪૩.૬ ડિગ્રી નોંધાતા શહેરીજનો ગરમીમાં રીતસર શેકાયા હતાં. ગરમ પવનોના કારણે બપોરના સમયે રોડ પર લોકોની પાંખી હાજરી દેખાતી હતી.

વડોદરામાં છેલ્લા પાંચ દિવસમાં ગરમીનો પારો છ ડિગ્રી વધી ગયો હતો. ગઇકાલે પ્રથમ વખત ગરમી ૪૨ ડિગ્રી નોંધાયા બાદ આજે ૧.૬ ડિગ્રી વધુ ગરમી વધતા હવામાન વિભાગમાં ૪૩.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત સૌથી વધારે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ગરમ પવનોના કારણે ગરમીનો પારો ઊંચો પહોંચ્યો હતો અને સખત ગરમીની અનુભૂતી શહેરીજનો દ્વારા થતી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ગરમીના આંક પર નજર રાખીએ તો છેલ્લા વર્ષ-૨૦૧૯માં ૪૪.૪ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ વર્ષ-૨૦૨૨માં ૪૩.૬ ડિગ્રી હતી. ગયા વર્ષે ગરમી ૪૦ ડિગ્રી સુધી હતી પરંતુ ૪૩ ડિગ્રી સુધી પારો પહોંચ્યો ન હતો. ચાલુ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે નોધાતા સમગ્ર શહેર હીટવેવમાં લપેટાઇ ગયું હતું. શુક્રવાર અને શનિવાર સુધી આ ગરમીની અસર રહેશે ત્યારબાદ ૪૦ ડિગ્રી સુધી ગરમી જળવાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.

રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરી છે. જેમાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે. 

તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનુ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ છે. ગરમીની પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગરમીથી બચવા એટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું. 

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ

ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.

હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.