હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સિનેમા, OTT અને TV

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ સમારોહમાં હાજરી આપી સ્ટારનો થયો જમાવડો 14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ

Posted 1 year ago with 66 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ સમારોહમાં હાજરી આપી સ્ટારનો થયો જમાવડો  14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ
1/1

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ સમારોહમાં હાજરી આપી સ્ટારનો થયો જમાવડો 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ સમારોહમાં હાજરી આપી સ્ટારનો થયો જમાવડો  14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી છે. આખરે આ જોડી 12 જુલાઈએ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરવાની છે. રજનીકાંત અને અનિલ કપૂરથી લઈને બોરિસ જોનસન (Boris Johnson) સહિત દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી છે. 

આ ઉપરાંત દેશ વિદેશના રમતો સાથે જોડાયેલા નામાંકિત લોકો પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પાંડ્યા ભાઈઓએ પણ ધમાલ મચાવી છે. હાર્દિક પાંડ્યા સાથે કૃણાલ પાંડ્યા અને તેમની પત્ની પંખુડી શર્મા પણ આવ્યા. 

પાંડ્યા ભાઈઓ સાથે એક અન્ય ભારતીય ક્રિકેટર ઈશાન કિશને પણ જબરદસ્ત એન્ટ્રી લીધી. ઈશાન કિશને સૂટ, તો કૃણાલ પાંડ્યાએ પણ સફેદ રંગનો સૂટ પહેર્યો હતો. જ્યારે હાર્દિકનો ડ્રેસ ફરી ચર્ચામાં છે કારણ કે તેઓ સફેદ રંગનો ટ્રાન્સપેરન્ટ કુરતો પહેરીને આવ્યા છે.તિલક વર્માનો પણ એક વીડિયો સામે આવ્યો છે, 

જેમાં તે સફેદ રંગની શેરવાની પહેરેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે તિલક વર્મા, IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી માટે રમે છે. તેમના સિવાય 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા ક્રિસ શ્રીકાંત પણ સોનેરી રંગની શેરવાની પહેરીને આ લગ્ન સમારોહમાં પહોંચ્યા છે. જ્યારે તેમની પત્ની, વિદ્યા પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

પરિવાર સાથે પહોંચ્યા એમએસ ધોની

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પરિવાર સાથે અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપી છે. ધોની સોનેરી રંગનો પઠાણી સૂટ, તેમની પત્ની સાક્ષીએ લીલા રંગનો લહેંગો પહેર્યો છે. જ્યારે તેમની પુત્રી ઝીવા પણ પીળા રંગની ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે.

12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ છે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો PM મોદી લગ્નમાં ન આવી શકે તો બાકીના બે કાર્યક્રમોમાંથી કોઈ એકમાં સામેલ થઈ શકે છે.                     

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.