હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના વાતાવરણમાં થયો પલટો નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Posted 1 year ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું

ગુજરાતના વાતાવરણમાં થયો પલટો  નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/1

ગુજરાતના વાતાવરણમાં થયો પલટો, અનેક જિલ્લામાં હળવા વરસાદની આગાહી નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું 

ગુજરાતમાં(Gujarat)ઉત્તરીય ભાગો તરફથી ફૂંકાયેલા બર્ફિલા પવનને coldwave કારણે દિવસભર ઠંડીનો winter અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે રાજ્યના 13 શહેરનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. Ahmedabad અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રવિવારે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અરબ સાગરમાં ટ્રફની રચના થતાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનેક જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 26મીએ ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 27મી ડિસેમ્બરે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે. 

જ્યારે 28મી ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે. 28 ડિસેમ્બરે કચ્છ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે.

દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો

ગતરોજ ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેતા દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો. રવિવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં છેલ્લા 24 કલાકમાં તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 16 અને વડોદરામાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.