હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

આને કહેવાય વિકાસનો ઉત્તમ નમૂનો કાલોલ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા અરજદારો જીવના જોખમે પાણીમાંથી નિકળવા મજબૂર..!!

Posted 2 years ago with 65 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કાલોલ મામલતદાર કચેરીના પ્રાંગણમાં ભારે પાણી ભરાઈ ગયા

આને કહેવાય વિકાસનો ઉત્તમ નમૂનો  કાલોલ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા અરજદારો જીવના જોખમે પાણીમાંથી નિકળવા મજબૂર..!!
1/2
આને કહેવાય વિકાસનો ઉત્તમ નમૂનો  કાલોલ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા અરજદારો જીવના જોખમે પાણીમાંથી નિકળવા મજબૂર..!!
2/2

કાલોલ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા અરજદારો જીવના જોખમે પાણીમાંથી નિકળવા મજબૂર..!!

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહીને લઈ કાલોલ તાલુકા સહિત શહેરમાં ગતરોજ સમી સાંજે ગાજવીજ અને ભારે વાવાઝોડા સાથે દોઢેક કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇ  કાલોલ મામલતદાર કચેરીના પ્રાંગણમાં ભારે પાણી ભરાઈ ગયા હતા જે સમસ્યા છેલ્લા અનેક વર્ષોથી અહીં પાણી ભરાતું હોવા છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાથી તેમજ તંત્રની લાપરવાહીને કારણે કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો લપસી જવાય તો હાથપગ અને માથાના ભાગે ઇજાઓને લઇ જીવ જોખમમાં મૂકાવ્વાની ભિતી સેવવામાં આવી રહી છે

 ત્યારે કાલોલ ગામની મામલતદાર કચેરી પ્રાંગણમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા પાણી લઈ આવવા-જવામાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરવર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતિ હોવાછતાં જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાના કોઇ જ પ્રયાસ કરવામાં આવતાં નથી.દરવર્ષે વરસાદી પાણી અને ખાબોચિયામાંથી અરજદારોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે.

આ મામલે સ્થાનિકો દ્વારા જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી.છેલ્લા કેટલાય વર્ષોથી પ્રવર્તિ રહેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપવામાં આવે તેવી લાગણી અરજદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આપણે જણાવી દે કે હજુ પણ 17 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ પ્રજાના સેવા અર્થે કરોડો રૂપિયાનું ખર્ચ કરીને બનાવેલી આ સરકારી કચેરી અત્યારે હાલ તો લોકો માટે જાણે મજબૂરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.