સમાચાર સારાંશ: જ્યાં સુધી વરસાદ પડતો રહે ત્યાં સુધી તો મેદાનો ઉપરથી પાણીનો નીકાલ કરવો શક્ય નથી એટલે હજુ બે દિવસ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા શક્ય નથી.
નવરાત્રીમાં આ વખતે વરસાદનું વિઘ્ન ગુજરાતમાં નવરાત્રિ પહેલા મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ગરબાનું આયોજન વિલંબમાં પડે તેવી શક્યતા
નવરાત્રીમાં આ વખતે વરસાદ વિલન બન્યો છે. નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ 3 દિવસ બાકી છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગરબા મેદાનો તળાવ બની ગયા છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ગરબાનું આયોજન વિલંબમાં પડે તેવું છે.

વડોદરાના ગરબા આયોજકો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આજે પણ ૩ ઇંચ વરસાદ વરસી ગયો.વરસાદની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે હજુ એક બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જ્યાં સુધી વરસાદ પડતો રહે ત્યાં સુધી તો મેદાનો ઉપરથી પાણીનો નીકાલ કરવો શક્ય નથી એટલે હજુ બે દિવસ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા શક્ય નથી.
કેમ કે ગરબા મેદાન ઉપરાંત પાર્કિંગ અને ફુડકોર્ટ જેવા વિસ્તારોમાંથી કિચ્ચડ દુર કરવું અને લેવલિંગ કરીને મેદાન રમવા લાયક કરવા માટે પણ ઓછામાં ઓછા 24 કલાક જોઇએ એટલે બની શકે કે પ્રથમ નોરતે ગરબા યોજાય નહી. જો આવુ થશે તો એવી પણ એક વિચારણા છે કે દશેરાના દિવસે પણ ગરબા યોજીને એક દિવસ વધારવામાં આવશે. જો કે માતાજી પાસે એવી આશા રાખીએ કે સોમવારથી મેઘરાજા વિદાય લે અને સૂર્યનારાયણ દર્શન આપે તો વડોદરાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ મન મૂકીને રમી શકે.
ગુજરાતમાં નવરાત્રિ પહેલા મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઈંચ, બોટાદના ગઢડામાં 3.26 ઈંચ, તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડા 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



