હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, ધર્મ

અનોખા સંદેશ સાથે આ પાઘડી બની છે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં અનોખા સંદેશ સાથે તૈયાર કરી પાઘડી

Posted 1 year ago with 65 views

Story by Vinay Pandya | 4 mins read

સમાચાર સારાંશ: આ મહાકાય પાઘડી અત્યારથી જ ગરબા રસિકો સહીત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે

અનોખા સંદેશ સાથે આ પાઘડી બની છે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં અનોખા સંદેશ સાથે તૈયાર કરી પાઘડી
1/2
અનોખા સંદેશ સાથે આ પાઘડી બની છે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં અનોખા સંદેશ સાથે તૈયાર કરી પાઘડી
2/2

અનોખા સંદેશ સાથે આ પાઘડી બની છે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં અનોખા સંદેશ સાથે તૈયાર કરી પાઘડી

ગુજરાતનું સુરત ડાયમંડ બુર્સ ચમક્યું પાઘડી પર 

અનોખા સંદેશ સાથે આ પાઘડી બની છે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં અનોખા સંદેશ સાથે તૈયાર કરી પાઘડી

કોલકાતા રેપ કેસ ઘટનાના પડઘા પડ્યા પાઘડી પર 

મહાકાય પાઘડી સાથે ગરબે ઘૂમશે અનુજ મુદલીયાર

અનોખા સંદેશ સાથે પાઘડી બની છે આકર્ષણનું કેન્દ્ર

નવલા નોરતાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજ મુદલીયારની પાઘડી ધૂમ મચાવવાની છે. આંતરરાષ્ટ્રીય ગરબા ખેલૈયા અનુજ મુદલિયારએ આ વર્ષે અનોખા સંદેશ સાથે આત્મનિર્ભર ભારત થીમ પર પાઘડી તૈયાર કરી છે. આ મહાકાય પાઘડી પર પ્રધાનમંત્રી મોદી ઉપરાંત ગુજરાતનું સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે, આ સાથે પાઘડીમાં કોલકાતામાં મહિલા તબીબ સાથે જે દુષ્કર્મની ઘટના બની હતી તેના બેનર દર્શાવીને ન્યાયની માંગ પણ કરી છે . 

આ ઉપરાંત ગરબા અને રાસ કરતા ખેલૈયાઓ પણ જોવા મળે છે . આ મહાકાય પાઘડી અત્યારથી જ ગરબા રસિકો સહીત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ખેલૈયાઓમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ જ અમદાવાદના આ દ્વારા એક અનોખી પ્રકારની પાઘડી બનાવવામાં આવી છે, જેણે બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

અમદાવાદી યુવક અનુજ મુદલિયાર દ્વારા છેલ્લા સાત વર્ષથી અલગ-અલગ પ્રકારની પાઘડીઓ બનાવવામાં આવે છે, ત્યારે આ વખતે તેના દ્વારા આત્મનિર્ભર ભારત થીમ ઉપર પાઘડી બનાવવામાં આવી છે. મુંબઈ સમાચાર સાથે ખાસ વાત કરતા અનુજ મુદલિયારે જણાવ્યું કે તેઓ છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રકારની પાઘડી બનાવે છે. 

આ વર્ષે પણ અનોખી પાઘડી તૈયાર કરવામાં આવી છે જેનું અંદાજિત વજન 4 થી 5 કિલો જેટલું છે. ઉપરાંત તેઓ જણાવે છે કે આ પાઘડી બનાવવામાં અંદાજિત 35 થી 40 હજારનો ખર્ચ થયો છે. દર વખતે પોતાની અનોખી પાઘડીથી ઓળખાતા અનુજ મુદલિયાર પોતાની પાઘડી જાતે બનાવે છે. નવરાત્રી તહેવાર નજીક આવતા 3 - 4 મહિના પહેલા જ તેઓ પાઘડી બનાવવાની શરૂઆત કરી દે છે.

આ પાઘડીની ખાસિયત એ છે કે દેશમાં જે ઘટનાઓ બનતી હોય છે અને દેશમાં જેની ચર્ચા થતી હોય છે તે ઘટનાઓને આવરીને તેઓ પાઘડી બનાવે છે. આ વખતે તેમને પાઘડી બનાવવા માટે 2 થી 3 મહિના જેવો સમય લાગ્યો હતો. ગુજરાતનો યુવક અનુજ મુદલિયાર દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ પ્રકારની પાઘડી બનાવીને ચર્ચામાં આવે છે. 

 આ પાઘડી બનાવવા પાછળ અનુજે અંદાજે 50 હજારનો ખર્ચ કર્યો છે. પાઘડીનું વજન 3 કિલોગ્રામ છે. આ ઉપરાંત અનુજ જે કેડિયું પહેરવાનો છે તેનું વજન 4થી 5 કિલોગ્રામ છે. આ સાથે જ તેના પહેરવેશનું કુલ વજન લગભગ 12 કિલોગ્રામ છે આ સંપૂર્ણ ડ્રેસ 90 હજારની આસપાસની કીમતે તૈયાર થયો છે . આ વજન સાથે જ અનુજ મુદલીયાર ગરબે ઘુમવા આતુર છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.