હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે

Posted 1 year ago with 110 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: સામાન્ય રીતે ધનતેરસ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.આ દિવસે લોકો દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. અને સંપત્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભવિષ્ય માટે તેમના આશીર્વાદ માંગે છે.

આ વર્ષે ધનતેરસ  29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે
ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે
1/2
આ વર્ષે ધનતેરસ  29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે
2/2

આ વર્ષે ધનતેરસ ( Dhanteras )29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે

હિંદુ (Hindu ) કેલેન્ડર અનુસાર ધનતેરસ કારતક માસમાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ (13મો દિવસ) પર ઉજવવામાં આવતો મુખ્ય હિંદુ તહેવાર છે. તેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 'ધનતેરસ' એ બે શબ્દોથી બનેલો શબ્દ છે. 

લોકો દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે
આ વર્ષે ધનતેરસ  29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે

જેમાંથી પહેલો શબ્દ છે 'ધન' જેનો અર્થ થાય છે પૈસા (money ), જ્યારે 'તેરસ' એટલે કૃષ્ણ (Krishna)પક્ષનો 13મો દિવસ. સોનું ખરીદવા કે નવો ધંધો શરૂ કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

સામાન્ય રીતે ધનતેરસ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.આ દિવસે લોકો દેવી લક્ષ્મી, ભગવાન કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. અને સંપત્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભવિષ્ય માટે તેમના આશીર્વાદ માંગે છે. 

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. ત્રયોદશી તિથિ સવારે 10.31 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બપોરે 1.15 વાગ્યા સુધી ચાલશે. પૂજા માટેનો શુભ સમય સાંજે 6.30 થી 8.12 સુધીનો રહેશે. ચાલો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને તેની પાછળના કારણો શું છે.ધનતેરસ પર સોના અને (silver )ચાંદીમાં સિક્કા કે ઘરેણાંની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. 

આ દિવસે ઘરેણાંની માંગ વધી જવાથી તેની કિંમતમાં વધારો થઇ જાય છે. ( Gold )સોનાનું સાંસ્કૃતિક મહત્ત્વ વધારે છે. તેને સંપત્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી તરફ સોના કરતાં ચાંદી એ ઘણો સસ્તો વિકલ્પ છે.

આ દિવસે તાંબા અને પિત્તળના નવા વાસણો ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે રસોડામાં સમૃદ્ધિ નું પ્રતીક છે. આ સમયગાળા દરમિયાન ઘણીવાર સ્ટીલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

ધનતેરસ પર સાવરણી લાવવી એ પરિવારમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરવાનું પ્રતીક છે. માન્યતા અનુસાર તે ભક્તોને તમામ દેવામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે.

જો તમે કોઈ નવા વાહનની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ધનતેરસ આ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જેથી તમને પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નવા વાહનના આગમનથી ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જાય છે.

લોકો તેમના ઘર માટે નવા ઘરનાં ઉપકરણો ખરીદવા અથવા સ્માર્ટફોન (smartphone)જેવા ગેજેટ્સ ખરીદવા માટે ઘણાં ઉત્સુક હોય છે. આજકાલ ઘણાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ તેમજ ઑફલાઇન રિટેલ સ્ટોર્સ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.