હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીના ટપો ટપ મોત તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

Posted 2 years ago with 128 views

Story by અનિલ રામાનુજ | 3 mins read

સમાચાર સારાંશ: તળાવમાં ખરાબ પાણી છોડવામાં આવી રહ્યુ છે.જેને લઇને હજારો માછલીઓના ટપો ટપ મોત

રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીના ટપો ટપ મોત તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય
1/2
રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીના ટપો ટપ મોત તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય
2/2

રાધનપુરના સાતુન ગામના તળાવમાં કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીના ટપો ટપ મોત તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

રાધનપુર નગરપાલિકાની હદમાં આવતી જીઆઇડીસીમાંથી કેમિકલ યુક્ત સાતુન ગામના તળાવમાં ખરાબ પાણી છોડવામાં આવી રહ્યુ છે.જેને લઇને હજારો માછલીઓના ટપો ટપ મોત થઈ રહ્યા છે.

રાધનપુર નગરપાલિકા અને જીઆઇડીસી માં આવતી કેમિકલ ફેક્ટરી દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લા 20 વર્ષથી સાતુન ગામ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને ગામના લોકો દ્વારા આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં નઘરોળ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજે તળાવમાં હજારો માછલીઓના મોત થતા સરકારી તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

રાધનપુર નગરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા છેલ્લા વીસેક વર્ષથી કેમિકલ યુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુન ગામના તળાવમા જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બીનઉપયોગી બનવા પામ્યું છે.

તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને રાધનપુર મામલતદાર ને વારંવાર રજુઆતો કરવામાં આવી છે..પંરતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલા ભરવામાં ના આવતા સાતુન ગામના તળાવમાં આવતું ગંદુ અને કેમિકલ યુક્ત પાણીને કારણે તળાવમાં રહેલ હજારો માછલીઓના મોત થયા છે.

ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલા મરતા માછલાની વાસને કારને ગ્રામજનોને ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે . જ્યારે તળાવ નજીક આવેલ શાળામાં ભણતા બાળકો અને શિક્ષકોને પણ મરેલા માછલાની દુર્ગંધને કારણે શાળામાં રહેવું મુશ્કેલ બન્યું છે 

તળાવ કિનારે પ્રખ્યાત આસ્થાનું કેન્દ્ર ગણાતા હનુમાનજી મંદિર પણ આવેલ હોઈ અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તળાવમાં મરેલા માછલાની દુર્ગંધને કારણે મંદિરમાં બેસવું મુશ્કેલ બન્યુ છે.તેમજ કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતીલાયક જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.

ત્યારે આ કેમિકલ યુક્ત પાણીનો તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ કરવા ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે....

બાઈટ: જલાભાઈ ઠાકોર

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન