હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.

Posted 2 months ago with 33 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મહેસાણાના ખેરાલુ અને અરવલ્લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પલટો આવ્યો હતો

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.
1/1

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યમાં ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 6 થી 8 કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં 0.79 ઇંચ, સુખસરમાં 0.47 ઇંચ તથા સંતરામપુરમાં 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો.

 મહેસાણાના ખેરાલુ અને અરવલ્લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેરાલુ અને સતલાસણા પંથકમાં વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતાં. આકાશમાં વાદળો ઘેરાતાં ખેડૂતોમાં ચિતા પ્રસરી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યાના અહેવાલ છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે. 

સુરેન્દ્રનગરમાં પણ ગત મોડી સાંજે પડ્યો વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની મધ્યમાં વરસાદ પડતા સ્થાનિકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું. જોકે, આ કમોસમી વરસાદ અને પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. 

રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે. 

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલી નોંધાઈ ગરમી

રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, ભુજમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, ભાવનગરમાં 40.7 ડિગ્રી, અમદાવાદમાં 39.4 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી, કંડલામાં 39.7 ડિગ્રી, ડીસામાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.