હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરેન્દ્રનગર દુધરેજ નજીક IOC પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Posted 1 year ago with 15 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા. ત્રણેય યુવકોએ જીવ ગુમાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સુરેન્દ્રનગર દુધરેજ નજીક IOC પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત
1/1

બાઈક લઈને કટુડા જતા ત્રણ મિત્રોને કાળ ભરખી ગયો

યમરાજ બનીને આવેલા માતેલા સાંઢ સમાન ટ્રકે બાઈકને હડફેટે લેતા 3 યુવાનોનો ભોગ લીધો

સુરેન્દ્રનગર દુધરેજ નજીક IOC પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા IOC પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોચી ત્રણેયની લાશનો કબ્જો લઇ પીએમ અર્થે ખસેડી છે. જેમાં દિવ્યાંશ અશોકભાઈ ઠાકોર ઉમર 17 રહે ફિરદોસ સોસાયટી, ઇમરાન રમઝાનભાઈ મોવર રહે ફિરદોસ સોસાયટી, અને અફઝલ યુનુસભાઈ ખોખર ઉમર 22 વર્ષ રહે ટાવર નજીક આ ત્રણેય મિત્રો દુધરેજ નજીક કટુડા જતા હતા, ત્યારે સામેથી માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા. ત્રણેય યુવકોએ જીવ ગુમાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ અકસ્માતમાં મોતની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્રણેય યુવાનોની લાશનો કબ્જો લઇ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બીજી તરફ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.