હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, લાઈફ સ્ટાઈલ, વાઇલ્ડલાઈફ

આજે 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ કટીંગ ચાથી લઈને મિત્રો સાથે ચા પીવાનો અનેરો આનંદ હોય છે દુનિયાના દેશોમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે

Posted 2 years ago with 121 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: દર વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. એશિયાઈ દેશોની દુનિયામાં ચા ઉદ્યોગના વિકાસને જોઈને સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કર્યો

આજે 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ  કટીંગ ચાથી લઈને મિત્રો સાથે ચા પીવાનો અનેરો આનંદ હોય છે  દુનિયાના દેશોમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે
1/3
આજે 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ  કટીંગ ચાથી લઈને મિત્રો સાથે ચા પીવાનો અનેરો આનંદ હોય છે  દુનિયાના દેશોમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે
2/3
આજે 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ  કટીંગ ચાથી લઈને મિત્રો સાથે ચા પીવાનો અનેરો આનંદ હોય છે  દુનિયાના દેશોમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે
3/3

આજે 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ 

કટીંગ ચાથી લઈને મિત્રો સાથે ચા પીવાનો અનેરો આનંદ હોય છે 
દુનિયાના દેશોમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે  

પળને પકડી ઝૂલી લઈએ,જુની યાદો તાજા કરી લઈએ.

ચાલનેથોડા હળવા ફુલ થઈએ..

સાથે જઈ ચા ની મજા લઈએ …

દર વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. એશિયાઈ દેશોની દુનિયામાં ચા ઉદ્યોગના વિકાસને જોઈને સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કર્યો. સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય ચાના વેપારીઓ અને મજૂરો માટે સારું જીવન સુનિશ્ચિત કરવાનો છે અને તેને ટકાઉ ખેતી દ્વારા વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવવાનો છે. 2019 માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ વાર્ષિક 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાનું નક્કી કર્યું.અનેક પ્રકારની ચા પીવામાં આવે છે

ચાની ઘણી જાતો છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય જાતો કાળી ચા, લીલી ચા, પીળી ચા, ડાર્ક ટી અને ઓલોંગ ચા છે. ચા ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે તેના પીનારાઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.ચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, કેટલીક ચા ડીટોક્સ માટે સારી હોય છે. તે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે, હાડકાંનું રક્ષણ કરે છે અને વજન ઘટાડવાના આહારનો મહત્વપૂર્ણ ભાગ પણ બની શકે છે.

આ દિવસની ઉજવણીનો ધ્યેય વિશ્વમાં ચાના લાંબા ઇતિહાસ, સંસ્કૃતિ અને આર્થિક મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગનો ઉદ્દેશ્ય ચાના ટકાઉ ઉત્પાદન અને વપરાશના સમર્થનમાં પહેલો માટે સામૂહિક પગલાંને પ્રોત્સાહન આપવાનો છે અને સાથે સાથે ગરીબી અને ભૂખમરો સામેની લડાઈમાં ચાની સુસંગતતાને પ્રોત્સાહન આપવાનો છે. 

અગાઉ ભારત, શ્રીલંકા, નેપાળ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, કેન્યા, મલેશિયા અને તાન્ઝાનિયા જેવા ચા ઉત્પાદક દેશો 2005થી 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવે છે. 2015માં સંયુક્ત રાષ્ટ્રને સાચા અર્થમાં વૈશ્વિક દિવસ તરીકે ગણવા માટે એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રએ તેને 2019માં મંજૂરી આપી હતી. મોટાભાગના દેશોમાં મે મહિનામાં ચાનું ઉત્પાદન થાય છે, તેથી આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.

ચાનો સ્વસ એકલા અથવા સમૂહમાં માણી શકાય છે. દૂધ, ખાંડ અને ચાના પાંદડાનો સ્વાદ વધારવા માટે, તેને ગરમ પીવું શ્રેષ્ઠ છે. ચા બનાવવાની કોઈ પ્રમાણભૂત રીત નથી, ભારતમાં ચા બનાવવાની લોકપ્રિય રીત છે ચાના પાંદડાને પાણીમાં ઉકાળીને અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીને. તમે તમારી અનુકૂળતા મુજબ જડીબુટ્ટીઓ પણ ઉમેરી શકો છો. ચાનો ઉપયોગ ભારત સહિત એશિયન દેશોમાં લાખો લોકો કરે છે એટલું જ નહીં, બ્રિટન જેવા યુરોપિયન દેશોમાં પણ સવાર-સાંજ ચા પીવામાં આવે છે.

અનેક પ્રકારની ચા પીવામાં આવે છે
ચાની ઘણી જાતો છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય જાતો કાળી ચા, લીલી ચા, પીળી ચા, ડાર્ક ટી અને ઓલોંગ ચા છે. ચા ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે તેના પીનારાઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. તેમાં રહેલા કેફીનને કારણે કેટલાક લોકો તેના વ્યસની બની શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે મોટાભાગના લોકો વ્યસની નથી. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.