હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો

Posted 1 year ago with 42 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાજાધિરાજને સાંજના સમયે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પરમયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતનો દિવ્ય શૃંગારધારણ કરાવવામાં આવ્યો હતો.

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો
1/1

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં વી હતી. જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો હતો.રાજાધિરાજને સાંજના સમયે વિશેષરૂપે શ્વેત વસ્ત્રો, મસ્તક પરમયુરમુકુટ, સુવર્ણજડિત આભુષણો, ચોટી સહિતનો દિવ્ય શૃંગારધારણ કરાવવામાં આવ્યો હતો. 

દ્વારકાધીશ જગતમંદિરમાં આજે શરદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર કરાયો

સંધ્યા આરતી બાદ રો 8થી 10.30 સુધી જગતમંદિર પરિસરમાં રાસોત્સવ યોજાયો હતો. રાણીવાસમાં બિરાજતાં ઉત્સવસ્વરૂપ એવા ગોપાલજી મહારાજને મંદિર પરિસરમાં ચંદ્રના પ્રકાશમાં બિરાજમાન કરાવી દૂધ પૌવાનો વિશેષ મહા ભોગ લગાવી ઉત્સવ આરતી કરવામાં આવી હતી. ગોપીભાવથી પુજારી દવારા ગોપીવેશ ધારણ કરવામાં આવ્યો હતો.બુધવારે રાત્રિના સમયથી શરદ પૂર્ણિમાની તિથિ બેસી જતી હોય, બેટના દ્વારકાધીશ મંદિરમાં પણ આજે શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 

બેટ દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને પરંપરા અનુસાર શ્વેત વાઘાના દેદિપ્યમાન શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.ં જેના દર્શન મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો. પૂજારી પરિવારના સ્ત્રતમાંથી મળતી માહિતી અનુસાર બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્રતની પૂનમની ઉજવણી આવતીકાલે ગુરૂવારે કરવામાં આવનાર છે.

આ વર્ષે શરદ પૂર્ણિમા માટેની અશ્વિન શુક્લ પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 8:40 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 17 ઓક્ટોબરે સાંજે 4:55 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં 16 ઓક્ટોબર, બુધવારે શરદ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે રવિ યોગ, ધ્રુવ યોગ, વ્યાઘાત યોગ, તેમજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર સાંજે 07.18 સુધી છે, ત્યારબાદ રેવતી નક્ષત્ર છે, જો કે શરદ પૂર્ણિમાના દિવસે પંચક પણ દિવસભર રહેશે. અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, જાગૃતિ પૂર્ણિમા, વાલ્મીકી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરો અને ઉપવાસ કરો.

શરદ પૂર્ણિમા પર ચંદ્રોદયનો સમય - 16મી ઓક્ટોબરે ચંદ્રોદય સાંજે 5.05 કલાકે થશે.

શરદ પૂર્ણિમાની રાત્રિનો ચાંદલો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ચંદ્રપ્રકાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

વૈજ્ઞાનિકોએ પણ શરદ પૂર્ણિમાને વિશેષ ગણાવી છે. આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારના ક્ષાર અને વિટામિન હોય છે, તેથી શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં ખીર રાખવાની અને બીજા દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. તેનાથી કાયાકલ્પ, શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચાંદીના વાસણોમાં ખાવાનું ખાવાથી વાયરસ દૂર રહે છે. કારણ કે ચાંદીમાં વધુ પ્રતિકાર હોય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન