હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રમત-ગમત

આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો કેન્સિંગ્ટન ઓવલમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર

Posted 2 years ago with 121 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: 29 જૂને પરિણામ ન આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ICCએ આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે

આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો કેન્સિંગ્ટન ઓવલમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર
1/3
આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો કેન્સિંગ્ટન ઓવલમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર
2/3
આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો કેન્સિંગ્ટન ઓવલમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર
3/3

આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો 

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. 29 જૂન (શનિવાર)ના રોજ બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 

જ્યારે એડન માર્કરમની આગેવાનીમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો. ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં વરસાદનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે.  બ્રિજટાઉનમાં 29 જૂને મેચ દરમિયાન વરસાદનું પૂર્વાનુમાન 20થી 47 ટકા છે. સ્થાનિક સમય અનુસાર 29 જૂનની સવારે 3થી 5 વાગ્યા સુધી અને પછી બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધી બ્રિજટાઉનમાં વરસાદ અને તોફાનનું પૂર્વાનુમાન છે. આનો અર્થ એ થયો કે મેચ દરમિયાન કદાચ વરસાદનો વિક્ષેપ ન પડે કારણ કે મુકાબલો સવારે 10:30થી બપોરે 2:30 સુધી રમાવાનો છે. નોંધનીય છે કે ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી મેચનું પરિણામ 29 જૂને જ આવી શકે.છતાં પણ જો 29 જૂને પરિણામ ન આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ICCએ આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. વરસાદ કે અન્ય કોઈ કારણોસર 29 જૂને ઓછામાં ઓછી 10 10 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (30 જૂન) પર જશે. રિઝર્વ ડેમાં મેચ ત્યાંથી શરૂ થશે જ્યાં અટકી હતી. જો રિઝર્વ ડેમાં પણ વરસાદનો વિક્ષેપ પડે અને ઓછામાં ઓછી 10 10 ઓવરની રમત શક્ય ન બને તો ભારત અને સાઉથ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાની ટીમો સંયુક્ત વિજેતા રહી હતી.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસવાલ.

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી'કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, એડન માર્કરમ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કેશવ મહારાજ, કગીસો રબાડા, એનરિક નોર્કિયા, તબરેઝ શમ્સી, ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, બ્યોર્ન ફોર્ટુઇન, રિયાન રિકેલ્ટન.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.