સમાચાર સારાંશ: શું ટોમ ક્રૂઝે આ શ્રેણીને અલવિદા કહી દીધી? શું હવે 'મિશન ઇમ્પોસિબલ' ફ્રેન્ચાઇઝની કોઈ નવી ફિલ્મ નહીં આવે? શું હવે Impossible Mission Force (IMF) ના એજન્ટ તરીકે હવે ટોમ ક્રૂઝ જોવા નહી મળે? શું ફરીથી Mission: Impossible નું થીમ મ્યૂઝિકનું નવું વર્ઝન જોવા નઈ મળે? "આ સંદેશાનો નાશ થોડા સમયમાં જાતે થશે" લોકપ્રિય સંવાદ ફરી સાંભળવા નહી મળે?
Mission: Impossible - The Final Reckoning વૈશ્વિક સ્તરે વિશાળ સફળતા મેળવી રહી છે ત્યારે હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝે તાજેતરમાં 'મિશન ઇમ્પોસિબલ' ફ્રેન્ચાઇઝ સાથેની 30 વર્ષીય સફર Instagram અને X (Twitter) પર કેટલીક યાદગાર તસવીરો શેર કરી છે. જેમાં 30 વર્ષ દરમિયાન કામ કરેલા ડિરેક્ટર્સ, કલાકારો અને ટીમ માટે આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે "આઠ ફિલ્મોએ મને જીવનની સૌથી અદભૂત સાહસિક યાત્રા પર લઈ ગઈ". તસવીરોમાં ટોમ ક્રૂઝના કેટલાક અદભુત સ્ટંટ્સ છે, જેમ કે બર્જ ખલીફા પર બેસવું, વિમાનમાંથી કૂદવું અને ખડક પર લટકવું અને 'મિશન ઇમ્પોસિબલ (MI)' ફ્રેન્ચાઇઝની કેટલીક યાદગાર પળો છે જે દર્શકોને 'મિશન ઇમ્પોસિબલ' ફ્રેન્ચાઇઝની સમગ્ર સફર પર ફરી લઈ જાય છે.
આ મેસેજને જોતાં કેટલાક દર્શકો વિચાર કરી રહ્યા છે કે આ કોઈ farewell મેસેજ તો નથી ને? શું ટોમ ક્રૂઝે આ શ્રેણીને અલવિદા કહી દીધી? શું હવે 'મિશન ઇમ્પોસિબલ' ફ્રેન્ચાઇઝની કોઈ નવી ફિલ્મ નહીં આવે? શું હવે Impossible Mission Force (IMF) ના એજન્ટ તરીકે હવે ટોમ ક્રૂઝ જોવા નહી મળે? શું ફરીથી Mission: Impossible નું થીમ મ્યૂઝિકનું નવું વર્ઝન જોવા નઈ મળે? "આ સંદેશાનો નાશ થોડા સમયમાં જાતે થશે" લોકપ્રિય સંવાદ ફરી સાંભળવા નહી મળે?
મિશન ઇમ્પોસિબલ એક સફળ હોલીવુડ એક્શન-સ્પાય શ્રેણી(ફ્રેન્ચાઇઝ) છે જેને $4 બિલિયનથી વધુ કમાણી કરી છે જેનું મુખ્ય પાત્ર ઈથન હન્ટ, જે Impossible Mission Force (IMF) નો સૌથી સફળ એજન્ટ છે, ફિલ્મ સિરીઝમાં આ પાત્ર ટોમ ક્રૂઝ દ્વારા ભજવવામાં આવ્યું છે. જે દર્શકોમાં ખુબ જ લોકપ્રિય રહ્યું છે: દર્શકો સતત આ શ્રેણી(ફ્રેન્ચાઇઝ)ની એક પછી બીજી ફિલ્મની રાહ જોતાં રહ્યા છે, ફકત દર્શકો જ નહી પણ વિશ્વભરના ફિલ્મમેકર્સ પણ આ શ્રેણીથી પ્રભાવિત છે અને આ ફિલ્મ શ્રેણી દ્વારા પ્રેક્ટિકલ સ્ટંટ્સ પર ભાર મૂકવાની શરૂઆત થઈ તેમ ગણી શકાય પણ ટોમ ક્રૂઝની આ પોસ્ટથી દર્શકો વિચારતા થઈ ગયા છે કે હવે 'મિશન ઇમ્પોસિબલ' નો નવો ભાગ જોવા મળશે કે નહીં.
Over 30 years ago, I began the journey of producing my first film, Mission: Impossible. Since then, these eight films have taken me on the adventure of a lifetime.
— Tom Cruise (@TomCruise)
1/20 pic.twitter.com/n0m5XOIb34Over 30 years ago, I began the journey of producing my first film, Mission: Impossible. Since then, these eight films have taken me on the adventure of a lifetime.
— Tom Cruise (@TomCruise) May 29, 2025
1/20 pic.twitter.com/n0m5XOIb34
મિશન ઇમ્પોસિબલ ફિલ્મોની યાદી:
1996: Mission: Impossible2000: Mission: Impossible 22006: Mission: Impossible III2011: Mission: Impossible Ghost Protocol2015: Mission: Impossible Rogue Nation2018: Mission: Impossible Fallout2023: Mission: Impossible Dead Reckoning Part One2025: Mission: Impossible The Final Reckoning
હવે શું થશે તે તો ભવિષ્યના ગર્ભમાં છે, પણ ક્લોઝરના રૂપમાં બનેલી Mission: Impossible The Final Reckoning લોકોને ખુબજ પસંદ આવી રહી છે અને સફળતાના નવા શિખર સર કરી રહી છે, તેમજ એક્શન-ફિલ્મોના વિશ્વમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની સાથે-સાથે ભવિષ્યની એક્શન-ફિલ્મો માટે એક ઊચો માર્ક સેટ કરી રહી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



