હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, સિનેમા, OTT અને TV, સોશિયલ મીડીયા

ટીકટોક અને અન્ય વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર કરીના કપૂર ખાનના 'અશોકા' સ્ટાઈલના મેકઅપનો ચાલ્યો ટ્રેન્ડ જેમાં વિદેશીઓ આકર્ષાયા

Posted 2 years ago with 87 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ટીકટોક અને અન્ય વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર ઈન્ફ્લુએન્સર અને ક્રિએટર 'અશોકા' ફિલ્મના ગીત 'સન સનના' પર મેકઅપ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે. જેમાં તેઓ કરીના કપૂર ખાનની 2001 ની ફિલ્મ 'અશોકા' ના તેમના આઇકોનિક લુકની કોપી કરી રહ્યા છે

ટીકટોક અને અન્ય વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર કરીના કપૂર ખાનના 'અશોકા' સ્ટાઈલના મેકઅપનો ચાલ્યો ટ્રેન્ડ જેમાં વિદેશીઓ આકર્ષાયા
કરીના કપૂર ખાનનો ફિલ્મ 'અશોકા'નો આઇકોનિક લુક
1/1

ટીકટોક, સોશિયલ મીડિયા અને વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યા છે તેમાં, કરીના કપૂર ખાનના 'અશોકા' શૈલીના મેકઅપનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બન્યો છે એટલે કે કરીના કપૂરે શાહરૂખ ખાનના મૂવી અશોકામાં જે મેકઅપ કર્યો હતો તેના જેવો મેકઅપ કરીને ફોટા અને વિડીયો બનાવીને ટીકટોક અને વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન મૂકવા. 

ટિકટોકથી શરૂ થયલો આ ટ્રેન્ડ હવે સોશિયલ મીડીયા અને વિડિઓ-શેરિંગ પ્લેટફોર્મ્સ પર કેટલાક સમયથી વાયરલ થઇ રહ્યો છે, જ્યાં મેકઅપ ઈન્ફ્લુએન્સર અને ક્રિએટર 'અશોકા' ફિલ્મના ગીત 'સન સનના' પર મેકઅપ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે. જેમાં તેઓ કરીના કપૂર ખાનની 2001 ની ફિલ્મ 'અશોકા' ના તેમના આઇકોનિક લુકની કોપી કરી રહ્યા છે, તેઓ કરીના કપૂર ખાન જેવો જ મેકઅપ અને ડ્રેસિંગ કરીને 'સન સનના' ગીત સાથે ઓનલાઈન મૂકી રહ્યા છે. આ મેકઅપ ઈન્ફ્લુએન્સર અને ક્રિએટર્સના કારણે આ જૂનો લુક ફરીથી ટ્રેન્ડમાં આવી રહ્યો છે અને તેનું કોમ્બીનેશન ભારતીય નવવધૂના મેકઅપ સાથે કરીને તેઓ તેણે ઇનપ્રુવ પણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડના કારણે ભારતીય શૃંગાર સંસ્કૃતિ પ્રત્યે અનેક એશિયાઇ અને વિદેશી લોકો આકર્ષાય રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે. થાઈ ઈન્ફ્લુએન્સર Nobluk ના કહેવાય પ્રમાણે અશોકા મેકઅપ તેના જીવનનું બેસ્ટ ટ્રાન્ફોર્મેશન છે કારણ કે ટ્રાન્ફોમેશન અને વિડિયો બનાવવા માટે તેને ૮.૫ કલાકનો સમય લાગ્યો.

https://www.instagram.com/reel/C6JHdPRRV65

​અત્યારે અનેક ભારતીય ઈન્ફ્લુએન્સર અને ક્રિએટર પણ \\\'અશોકા\\\' ફિલ્મના ગીત \\\'સન સનના\\\' પર મેકઅપ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે.

?ref_src=twsrc%5Etfw">August 21, 2022

ભૂતકાળમાં, આવા જ ફેશન ટ્રેન્ડ લોકપ્રિય થયા હતા જેમાં લોકો ફિલ્મો અને સેલિબ્રિટીઝની તૈયાર થવાની, કપડાં પહેરવાની સ્ટાઈલ અનુસરતા હતા. જેમ કે, 1960ના દાયકામાં મધુબાલા અને નર્ગિસની તૈયાર થવાની સ્ટાઇલ ખૂબ જ પ્રચલિત હતી. તેમના સાદગીપૂર્ણ અને સુંદર મેકઅપ અને  લુક્સ અનેક મહિલાઓને પ્રેરિત કર્યા હતા. આજે પણ, તેમની આ સ્ટાઇલ ફેશન જગતમાં યાદ કરવામાં આવે છે અને ફોલો કરવામાં આવે છે. આ બતાવે છે ફેશન અને મેકઅપના ટ્રેન્ડ સમય સાથે બદલાય છે, પરંતુ તે હંમેશા પ્રેરણાદાઈ બની રહે છે અને સમય સાથે એક કે બીજી પેઢી તેને ફરી એક કે બીજા રૂપમાં અપનાવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.