હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ફિલ્મ રિવ્યુ: જાનકી બોડીવાલા અને રવિ ગોહિલની ગુજરાતી ફિલ્મ 'ત્રિશા ઓન ધ રોક્સ' જે દર્શકોને પસંદ આવી રહી છે

Posted 2 years ago with 20 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: ગુજરાતી સિનેમાની નવી પેઢીને દર્શાવતી આ તાજગીભરી પ્રેમકથામાં કૃષ્ણદેવ યાજ્ઞિક એ સ્થિતિજન્ય હાસ્ય/ સિચૂવેશનલ કોમેડી અને ભાવનાત્મક ક્ષણોને ખૂબ જ સમતુલીત રીતે રજૂ કરી છે જે દર્શકોની ફિલ્મ સાથે જોડી રાખે છે

ફિલ્મ રિવ્યુ: જાનકી બોડીવાલા અને રવિ ગોહિલની ગુજરાતી ફિલ્મ 'ત્રિશા ઓન ધ રોક્સ' જે દર્શકોને પસંદ આવી રહી છે
1/1

કૃષ્ણદેવ યાજ્ઞિકની દિગ્દર્શનમાં બનેલી 'ત્રિશા ઓન ધ રોક્સ' એ આધુનિક સમયની પ્રેમ અને સંબંધોની જટિલતા ને ખુબજ સચોટતાથી રજૂ કરે છે. ગુજરાતી સિનેમાની નવી પેઢીને દર્શાવતી આ તાજગીભરી પ્રેમકથામાં કૃષ્ણદેવ યાજ્ઞિક એ સ્થિતિજન્ય હાસ્ય/ સિચૂવેશનલ કોમેડી અને ભાવનાત્મક ક્ષણોને ખૂબ જ સમતુલીત રીતે રજૂ કરી છે જે દર્શકોની ફિલ્મ સાથે જોડી રાખે છે. પ્રતિક પરમારની સિનેમેટોગ્રાફી તેમજ જાનકી બોડીવાલા અને રવિ ગોહિલની અભિનય કુશળતા ફિલ્મને જીવંત તેમજ વાર્તાને વધુ આકર્ષક બનાવે છે.

ફિલ્મની વાર્તા ત્રિશા (જાનકી બોડીવાલા) અને વિશાલ (રવિ ગોહિલ)ની છે, જેમની મુલાકાત એક પાર્ટીમાં ખુબ જ અનોખી રીતે થાય છે અને તેમની પછી તેમની પ્રેમકથાની શરૂઆત થાય છે. એક સ્વતંત્ર અને જીવંત યુવતી ત્રિશાનું પાત્ર જાનકી બોડીવાલાએ ખૂબ જ કુશળતા દ્વારા જીવંત કર્યું છે, તો રવિ ગોહિલ એ વિશાલના પાત્રમાં સરળતા અને સાચાઈને ખૂબ જ સહજતાથી દર્શાવે છે. ફિલ્મમાં હિતેન કુમાર સહાયક પણ મજબૂત ભૂમિકામાં છે, જે ફિલ્મની વાર્તાને વધુ રોચક અને હાસ્યપૂર્ણ બનાવે છે.

સંગીત અને ફિલ્મના ગીતો પણ ફિલ્મની કથાની ઊંડાઈને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્રિશા અને વિશાલની પ્રેમકથાને વધુ રસપ્રદ બનાવે છે. ફિલ્મના ગીતો લોકોને ખુબજ પસંદ આવી રહ્યા છે.

કુલ મળીને, 'ત્રિશા ઓન ધ રોક્સ' એ ગુજરાતની યુવા પેઢીને ખૂબ જ પસંદ આવી રહી છે. તેમજ આ ફિલ્મ દરેક ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ માટે જોવાલાયક ફિલ્મ છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન