હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

રામ મંદિરમાં થયેલી ઉચાપતમાં ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની પણ થવી જોઈએ તપાસ!" વિશ્વ હિન્દુ પરિષદે કરી માંગ.

Posted 1 hour ago with 2 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: હવે વિશ્વ હિન્દુ પરિષદે SITને તેનું કાર્યક્ષેત્ર વધારવા અને ચંપત રાય સહિતની પણ તપાસની માંગ કરવામાં આવી છે.

રામ મંદિરમાં થયેલી ઉચાપતમાં ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની પણ થવી જોઈએ તપાસ!
1/1

રામ મંદિરમાં થયેલી ઉચાપતમાં ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની પણ થવી જોઈએ તપાસ!" વિશ્વ હિન્દુ પરિષદે કરી માંગ 

રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપત મામલે પોલીસે મોટી કાર્યવાહી કરીને ફરિયાદમાં નામજોગ દર્શાવવામાં આવેલા આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ ધરપકડ ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મંદિરના દાનમાં થયેલી ગેરરીતિઓના પ્રાથમિક તપાસ અહેવાલ ઉત્તર પ્રદેશ સરકારને સોંપાયાના માત્ર બે દિવસ બાદ કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રા કે મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવના નામ સામેલ નથી. ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદે SITને તેનું કાર્યક્ષેત્ર વધારવા અને ચંપત રાય સહિતની પણ તપાસની માંગ કરવામાં આવી છે. 

મળતી વિગતો અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે માંગ કરી છે કે રામ મંદિરમાં ન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપતની તપાસનો વ્યાપ વધારવામાં આવે. તેમણે કહ્યું કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની પણ તપાસ થવી જોઈએ, કારણ કે તેનું નામ ફરિયાદમાં નથી એટલે તેનો અર્થ તેવો ન થઈ શકે કે તેઓ તપાસથી મુક્ત નથી.

રામ મંદિર દાન કૌભાંડ કેસમાં ગઈકાલે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આજે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓના નામ પણ લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ પણ વ્યક્તિ તપાસના દાયરાની બહાર નથી. જો કે હજુ સુધી ટ્રસ્ટના અધિકારીઓ પર હજુ સુધી ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો નથી, ત્યારે સમગ્ર મામલામાં તેમની ટાળવાની વૃત્તિ પર પ્રશ્નો ઉભા થયા છે.

આગળ વાત કરતાં આલોક કુમારે કહ્યું કે જ્યારે રામ મંદિરના દાનમાં ગેરરીતિના આરોપો સામે આવ્યા, ત્યારે ટ્રસ્ટે SIT ની રચના કરવાની વિનંતી કરી હતી. SIT રિપોર્ટમાં જણાવાયું છે કે આઠ લોકો સામે પ્રાથમિક FIR દાખલ કરવામાં આવી છે, અને અન્ય લોકો સામે પણ તપાસ કરવામાં આવશે. 2027ની ચૂંટણીમાં આ મુદ્દો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે લોકોના આક્ષેપો પર પણ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જે લોકો નાની માછલીઓ અને મોટી માછલીઓની વાત કરી રહ્યા છે તેઓ જાણતા નથી કે દરેકની તપાસ થઈ રહી છે, અને પોલીસે તે કરવી જ જોઈએ. તેમણે કહ્યું કે રાજીનામાની માંગના મુદ્દા પર પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જે લોકો રાજીનામાની માગ કરી રહ્યા છે તે વિપક્ષી નેતાઓ પર પણ અનેક આરોપો લાગી ચૂક્યા છે પણ શું તેમણે ક્યારેય રાજીનામું આપ્યું? તેમણે કહ્યું હતું કે ચંપત રાય રાજીનામું આપશે કે નહીં તે તેમના પર નિર્ભર છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, વેપાર

હોર્મુઝમાં જહાજો પાસેથી ફી વસૂલવાના પ્લાનને લાગુ કરવા માટે ઈરાનની ઓમાન અને અન્ય પાડોશી દેશો સાથે વાતચીત.

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, વેપાર

હોર્મુઝમાં જહાજો પાસેથી ફી વસૂલવાના પ્લાનને લાગુ કરવા માટે ઈરાનની ઓમાન અને અન્ય પાડોશી દેશો સાથે વાતચીત.

ગુજરાત, કલા અને સંસ્કૃતિ, ઇતિહાસ

કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા તરફનું પ્રયાણ કરતું કલાતીર્થ ટ્રસ્ટ ત્રિ- દિવસીય કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

ભુજ નજીક અજરખપુરના LLDC ખાતે કચ્છના લોકસંગીતને સમર્પિત મ્યુઝિક ગેલેરીનું લોકાર્પણ.