હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

Posted 2 months ago with 49 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સ્થાનિકોએ સવાલ કરી રહ્યાં છે કે, અમારા દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે? સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ આ પાણીના નિકાલ માટે કોઈ નક્કર કે કાયમી રસ્તો કરવામાં આવતો નથી? દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યાં છે. પરંતુ આ સવાલનો જવાબ સુરત મહાનગરપાલિકા આપી શકે તેમ નથી.

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?
1/1
❮ ❯

 રાજ્યામાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પટલો આવ્યો અને વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. આંકડાની વાત કરવામાં આવે તો, સુરતમાં માત્ર થોડી જ સમયમાં ધોધમાર 2 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરી પર સવાલ થઈ રહ્યાં છે. 

વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા

સુરતમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોને વધારે પરેશાની થઈ રહી છે. વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતાં. જેમાં ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલું નાળું પણ આખું પાણીમાં ગરકાર થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અનેક વિસ્તારોમાં ધૂંટણસમા પાણી ભરાઈ જતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

?s=20

પાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરી માત્ર કાગળો પર!

હકીકત છે કે, તંત્ર દ્વારા માત્ર કાગળો પર જ પ્રી-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. વાસ્તવમાં કોઈ કામ કરવામાં આવતું નથી, તેવો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્થાનિકોએ સવાલ કરી રહ્યાં છે કે, અમારા દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે? સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ આ પાણીના નિકાલ માટે કોઈ નક્કર કે કાયમી રસ્તો કરવામાં આવતો નથી? દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યાં છે. પરંતુ આ સવાલનો જવાબ સુરત મહાનગરપાલિકા આપી શકે તેમ નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં માઈભક્તોનું ઘોડાપૂર નવરાત્રિના પ્રથમ નોરતે દર્શન માટે લાંબી કતારો

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં માઈભક્તોનું ઘોડાપૂર નવરાત્રિના પ્રથમ નોરતે દર્શન માટે લાંબી કતારો

ભારત, ગુજરાત, ધર્મ

કોણે લખી હતી 'જય આદ્યાશક્તિ'ની આરતી? નવરાત્રીમાં જાણો આ રહસ્ય જાણો

વિશેષ વાંચન

નવરાત્રી: આરાધના, પરંપરા અને ઉત્સવનું મહાપર્વ