હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, English News, દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી યુએન ચિંતિત, કહ્યું સંઘર્ષ નિયંત્રણની બહાર

Posted 11 months ago with 9 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, 'આજે અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી વિશે સાંભળીને મને ખૂબ જ ચિંતા છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી યુએન ચિંતિત, કહ્યું સંઘર્ષ નિયંત્રણની બહાર
1/1

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી યુએન ચિંતિત, કહ્યું સંઘર્ષ નિયંત્રણની બહાર

જીનીવા : અમેરિકાની ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં એન્ટ્રી થઇ છે. જેમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો -ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન - ને તેના હવાઈ હુમલામાં નિશાન બનાવ્યા. ઇઝરાયલે આ હુમલાઓ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકન કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ સંઘર્ષ સંઘર્ષ નિયંત્રણની બહાર જઈ રહ્યો છે

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી યુએન ચિંતિત, કહ્યું સંઘર્ષ નિયંત્રણની બહાર

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, 'આજે અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી વિશે સાંભળીને મને ખૂબ જ ચિંતા છે. આ એક એવા દેશ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી છે જે પહેલાથી જ યુદ્ધમાં છે. જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે.

સંઘર્ષ નિયંત્રણની બહાર જઈ રહ્યો છે

તેમણે કહ્યું, 'આ સંઘર્ષ નિયંત્રણની બહાર જવાનો ભય ઝડપથી વધી રહ્યો છે - જે ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ અને સમગ્ર વિશ્વ પર વિનાશક અસર કરી શકે છે. હું બધા સભ્ય દેશોને તણાવ ઘટાડવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય નિયમો હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરવા અપીલ કરું છું.'

યુએનના વડાએ કહ્યું, 'આ ખૂબ જ સંવેદનશીલ સમયમાં અરાજકતા ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી. તેની માટે રાજદ્વારી ચર્ચાજ એકમાત્ર વિકલ્પ છે.

ઈરાન શાંતિ નહિ રાખે તો ભવિષ્યમાં વધુ ભયાનક હુમલા થશે

ટ્રમ્પે રવિવારે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે શાંતિની અપીલ કરી અને ઈરાનને ચેતવણી આપી કે 'હજુ પણ ઘણા લક્ષ્યો બાકી છે. જો ઈરાન હજુ પણ શાંતિ નહિ રાખે તો ભવિષ્યમાં વધુ ભયાનક હુમલા થશે.' ટ્રમ્પે કહ્યું કે 'કાં તો ઈરાનમાં શાંતિ આવશે અથવા વિનાશ થશે.'

UN concerned about US entry into war between Israel and Iran, says conflict is out of control

Geneva: America has entered the war between Israel and Iran. In which America targeted three of Iran's nuclear sites - Fordow, Natanz and Isfahan - in its air strikes. Israel has praised America for these attacks. At that time, the United Nations expressed concern over the American action and said that this conflict is going out of control

United Nations Secretary-General Antonio Guterres said, 'I am deeply concerned to hear about the military action taken by the United States on Iran today. This is a provocative action against a country that is already at war. Which is a direct threat to international peace and security.

The conflict is going out of control

He said, 'The danger of this conflict going out of control is rapidly increasing - which could have a devastating impact not only on ordinary citizens but also on the entire region and the entire world. I appeal to all Member States to de-escalate tensions and abide by their obligations under the United Nations Charter and other rules of international law.'

The UN chief said, 'It is very important to avoid chaos at this very sensitive time. There is no military solution to this crisis. Diplomatic discussions are the only option.

Iran will face more devastating attacks in the future if it does not remain calm

Trump, while addressing the nation on Sunday, appealed for peace and warned Iran that 'there are still many goals left. If Iran still does not remain calm, there will be more devastating attacks in the future.' Trump said that 'either there will be peace in Iran or there will be destruction.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.