અમદાવાદમાં ગુજરાતનાં 70 થી વધુ કલાકારો સાથે મળીને 100 થી વધુ રાજસ્થાનની આગવી લોકશૈલીના અદ્ભૂત પિછવાઇના ચિત્રો નું અનોખુ ચિત્ર પ્રદર્શન યોજાયું
ભારતીય લોકશૈલીના ચિત્રોનું ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન છે અને એને લોકો સુધી પહોચાડવા અમદાવાદની જાણીતી કલા સંસ્થા Circle of Art દ્રારા અનેક પ્રયત્ન થતા રહે છે તેજ રીતે ગુજરાતનાં 70 થી વધુ કલાકારો સાથે મળીને 100 થી વધુ રાજસ્થાનની આગવી લોકશૈલી ના અદ્ભૂત પિછવાઇના ચિત્રો નું અનોખુ ચિત્ર પ્રદર્શન તારીખ 26 એપ્રિલ ના રોજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના પ્રમુખ મગનભાઈ પટેલ, ભાઇ-ભાઇ ફેમ સિંગર અભિનેતા અરવિંદ વેગડા, તથા પ્રખ્યાત કાર્ટુનિસ્ટ કલાકાર વી. રામાનુજ તથા રાજસ્થાન ના પ્રખ્યાત પિછવાઇ આર્ટિસ્ટ શૈલૈષભાઇ સાહા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતા
આ પ્રદર્શન 27/28 એપ્રિલના પણ સાંજે 4:00 થી 8:00 ના રોજ અમદાવાદની હઠીસીંગ આર્ટ ગેલેરી ખાતે લોકો માટે ખુલ્લુ રહેશે.આ પ્રદર્શન ના આયોજકો-રાજેશભાઈ બારૈયા,અજયભાઈ ચૌહાણ તથા પ્રિતિબેન કનેરીયા એ આ પ્રદર્શન ને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે. ગુજરાતનાં કલાકારો દ્રારા રાજસ્થાની શૈલી પિછવાઇના ચિત્રોનું અનોખુ ચિત્ર પ્રદર્શન નિહાળી શકે તેમાટે કલાપ્રેમી જનતા માટે ખુલ્લું રહેશે .
પિછવાઈ ચિત્રોનું મહત્વ જોઈએતો રાજસ્થાનના ધાર્મિક નગર નાથદ્વારાના પુષ્ટિમાર્ગીય વલ્લભ સંપ્રદાયના મંદિરોમાં પાંગરેલી પિછવાઈ ચિત્રકળા ભગવાન કૃષ્ણની વિવિધ લીલાઓના દર્શન ભક્તો કરે તે હેતુ ભગવાનની મૂર્તિની પાછળની દિવાલ લગાવવામાં આવતી હતી. ચિત્રો પ્રાકૃતિક રંગોમાં દેશી ગુંદર મિલાવીને તૈયાર કરવામાં આવે છે.
ચિત્રોમાં આધાર તરીકે કાગળ પાછળ કાપડ લગાવવામાં આવે છે. ચિત્ર શૈલીમાં રજવાડાઓના અંબાડીથી સવારી સુધીની કાર્યપદ્ધતિને પણ સ્થાન મળ્યું.

ચિત્રકારીની ઉપશૈલીયોમાં પિછવાઈની કળા આવે છે. આ કળામાં શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપ, શારીરિક મુદ્રા, પોષાક અને વસ્ત્રોને દર્શાવવામાં આવે છે. શ્રીકૃષ્ણની લીલાઓને કલાત્મક ભાવે રજુ કરાય છે કે અશિક્ષિત વ્યક્તિ પણ ભાવપૂર્વક સમજી શકે. આ કળામાં શ્રીકૃષ્ણની લીલા અને શ્રીનાથજીની સેવાનો ભાવનું ચિત્રણ કરાય છે