હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપશે. ભારત અને UAE વચ્ચેના હૂંફાળા સંબંધોમાં આ એક પ્રશંસનીય પગલું UAE એ ભારતના તમામ નાગરિકો માટે આ નીતિ રજૂ નથી કરી. એના માટે નીચે મુજબના પાત્રતા માપદંડ/નિયમો રાખ્યા છે.

Posted 1 year ago with 36 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમેરિકા, બ્રિટન કે યુરોપિયન યુનિયનના કોઈપણ દેશના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અથવા ગ્રીન કાર્ડ ધરાવનારને UAE ના વિઝા-ઓન-અરાઈવલ મળશે.

યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપશે. ભારત અને UAE વચ્ચેના હૂંફાળા સંબંધોમાં આ એક પ્રશંસનીય પગલું UAE એ ભારતના તમામ નાગરિકો માટે આ નીતિ રજૂ નથી કરી. એના માટે નીચે મુજબના પાત્રતા માપદંડ/નિયમો રાખ્યા છે.
1/1

યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપશે. ભારત અને UAE વચ્ચેના હૂંફાળા સંબંધોમાં આ એક પ્રશંસનીય પગલું

ભારતીય પ્રવાસીઓ માટે આવકારદાયક સમાચાર આવ્યા છે, અને તે એ કે હવે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપશે. ભારત અને UAE વચ્ચેના હૂંફાળા સંબંધોમાં આ એક પ્રશંસનીય પગલું ગણી શકાય એમ છે.વિઝા એટલે કોઈપણ દેશમાં પ્રવેશવાનો પરવાનો. 

યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપશે. ભારત અને UAE વચ્ચેના હૂંફાળા સંબંધોમાં આ એક પ્રશંસનીય પગલું UAE એ ભારતના તમામ નાગરિકો માટે આ નીતિ રજૂ નથી કરી. એના માટે નીચે મુજબના પાત્રતા માપદંડ/નિયમો રાખ્યા છે.

મોટાભાગના દેશોમાં દાખલ થવા માટે અગાઉથી વિઝા લેવાના હોય છે. એના માટે અરજી કરીને નિયત તારીખે ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. જે-તે દેશની એમ્બેસી વ્યક્તિગત ધોરણે વિઝા મંજૂર કરતી હોય છે. પ્રત્યેક દેશે વિઝા આપવાની નીતિઓમાં થોડોઘણો ફરક જોવા મળે છે. જોકે, અમુક દેશ એવા પણ હોય છે જે એમની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખતાં અન્ય દેશના નાગરિકોને ‘વિઝા-ઓન-અરાઈવલ’ (VoA) આપતાં હોય છે. આ એવા વિઝા છે જે અગાઉથી અરજી કરવાને બદલે વિદેશ પહોંચ્યા પછી ત્યાંના એરપોર્ટ કે પછી સરહદ પરથી મેળવી શકાય છે. આવા વિઝાને ‘વિઝા-ઓન-અરાઈવલ’ અથવા ‘બોર્ડર ગેટ વિઝા’ કહેવાય છે.

UAE એ ભારતના તમામ નાગરિકો માટે આ નીતિ રજૂ નથી કરી. એના માટે નીચે મુજબના પાત્રતા માપદંડ/નિયમો રાખ્યા છે.

- અમેરિકા, બ્રિટન કે યુરોપિયન યુનિયનના કોઈપણ દેશના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અથવા ગ્રીન કાર્ડ ધરાવનારને UAE ના વિઝા-ઓન-અરાઈવલ મળશે.

- જેની પાસે ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ હશે એને UAE ના વિઝા-ઓન-અરાઈવલ મળશે.

- ઉપરની બંને આવશ્યકતાઓને પૂર્ણ કરનાર પ્રવાસીને 14-દિવસના વિઝા-ઓન-અરાઈવલ આપવામાં આવશે, જેને જરૂરી ફીની ચુકવણી પછી વધારાના 60 દિવસ માટે લંબાવી શકાશે.થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ઈરાન, જોર્ડન, માલદીવ્સ, શ્રીલંકા, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા, ઝિમ્બાબ્વે, ઈથોપિયા, બોલિવિયા, માડાગાસ્કર, તાજિકિસ્તાન, બહેરીન જેવા દુનિયાના 37 દેશ ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલ આપે છે. ભારતીય પાસપોર્ટ ધરાવતી કોઈપણ વ્યક્તિ આ સગવડનો લાભ લઈ શકે છે. UAE આ લિસ્ટમાં લેટેસ્ટ ઉમેરણ છે. અમુક દેશ આવા વિઝા આપવા બદલ ફી લે છે તો અમુક તદ્દન ફ્રીમાં આવા વિઝા આપી દે છે. જોકે, એની સમયમર્યાદા હોય છે ખરી. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.