હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો સાબરકાંઠા પંથકમાં વરસાદ નદીઓમાં નવા નીરનું આગમન

Posted 2 years ago with 45 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો સાબરકાંઠા પંથકમાં વરસાદ નદીઓમાં નવા નીરનું આગમન
1/1

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે. 

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. 

આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે. 

આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. જો રાજ્યની વાત કરવામાં આવે તો ગત 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 

જેમાં સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો છે. જ્યારે સંતરામપુર, દાહોદ, ઝાલોદ, મહુધા, ખેડાના વસોમાં 3 ઇંચ અને લુણાવાડા, કડાણા અને ફતેપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

 સાબરકાંઠા પંથકમાં વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. તો બીજી તરફ રાજસ્થાન અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પણ સાબરકાંઠાની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ઓફિસે નિકળેતા લોકો અને વિદ્યાર્થીઓને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન